બોગસ દસ્તાવેજો તથા ઇ-મેલ આઇડી ઉભા કરીને USAમાં બે શખસો કંપનીમાં નોકરી પર લાગ્યાં હતા. જેનો પગાર વડોદરાના માલિકની કંપની દ્વારા અત્યાર સુધીમાં 44970 ડોલર એટલે કે ભારતની કરન્સી મુજબ રૂ.38.05 લાખ અમેરિકાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા પરંતુ, આઇટી એસએસઆઇ કંપની દ્વારા પેમેન્ટ નહી કરીને વડોદરાના કંપની સાથે ઠગાઇ આચરવામાં આવતા તેની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
શહેરના અટલાદરા વિસ્તારમાં અલબુરુજમાં રહેતા રઝીનખાન યુસુફખાન પઠાણ (ઉં.વ.29) એસ્ટ્રીક્સ રિસોર્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની ભાઇ સાથે ચલાવે છે. તેમની કંપની વડોદરા તથા USAમાં છે. તેમની કંપની USAમાં સ્ટાફિંગ અને રિક્રુટમેન્ટનું કામ કરે છે. ગત ઓગસ્ટ મહિનામાં તેમની કંપનીના રિક્રુટર રાહુલ રૂપસિંહ રાણાને જોબ માટે મેલ આવ્યો હતો. જેથી તેને નંબર આપતા તેણે કંપનીના મોબાઇલ નંબર વાત કરતી હતી ત્યાર તેની પાસે સીવી નામ, વિઝા સ્ટેટસ, ફોન નંબર સહિતની માહિતી માગી હતી.
ત્યારબાદ કંપની દ્વારા અલગ -અલગ કંપનીઓમાં રિઝ્યુમ મોકલ્યાં હતા. જેમાં તેણે આઇટી એસએસઆઇ કંપનીમાં કામ કરવા માગે છે એવું જણાવ્યું હતું. ત્યારબાદ દીપ પટેલના આઇડી પરથી તીર્થ પટેલનું રિઝ્યુમ આવ્યું હતું. જેથી, તેમની કંપની તરફથી તીર્થ પટેલનુ પણ આઇટી એસએસઆઇ કંપનીમાં જોબનું કન્ફર્મ થયું હતું. જેથી દીપ પટેલની ઇમેલ પર નોકરીની ટીમ શીટ તેમની કંપનીના મેનેજરના ઇ-મેઈલ પર મોકલી આપી હતી. જેમાં નોકરીના કલાક અને એક કલાકમાં 50 ડોલર તીર્થ પટેલ તથા 40 ડોલર દીપ પટેલને ચુકવવા માટેનું નક્કી થયું હતું.
તેમની કંપનીને આઇટી એસએસઆઇ કંપનીએ 65 ડોલર આપવા માટે કહ્યું હતું. જેથી, રઝીનખાન પઠાણની કંપની પાસેથી દીપ તથા તીર્થ પટેલના સેલેરીના 44,970 ડોલર ભારતીની કરન્સી મુજબ 38.05 લાખ રૂપિયા અમેરિકાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી છે. જેથી કંપની સંચાલકે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.