બકરાવાડીમાં ગેસ લાઇન લીકેજ થતા 500થી વધુ પરિવારને ગેસ પુરવઠાથી વંચિત રહેવું પડ્યું

ગેસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી ગેસ પુરવઠો પૂર્વવત શરૂ કરાયો

MailVadodara.com - More-than-500-families-were-deprived-of-gas-supply-due-to-gas-line-leakage-in-Bakrawadi

- પાલિકાના ઈજાદાર દ્વારા મોડી રાત્રે કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થઇ હતી

શહેરના મદનઝાંપા રોડ બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા આજે 500થી વધુ પરિવારને ગેસ પુરવઠાથી વંચિત રહેવું પડ્યું હતું. જોકે, પાલિકાના ગેસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી એક કલાક બાદ ગેસ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.


મળેલી માહિતી પ્રમાણે શહેરના મદનઝાંપા રોડ બકરાવાડી ત્રણ રસ્તા પાસે પાલિકાના ઈજાદાર દ્વારા મોડી રાત્રે ગેસ લાઇનની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન ગેસ લાઇન લીકેજ થતાં વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ થઇ ગયો હતો. આજે વહેલી સવારે ગેસ પુરવઠો ન આવતા લોકો મુંઝવણમાં મુકાઇ ગયા હતા. 500 ઉપરાંત પરિવારજનોના ઘરમાં ગેસ પુરવઠો ન મળતાં લોકોની સવાર બગડી હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર ઇલેક્શન નંબર 13માં સમાવિષ્ટ બકરાવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસનું ઓછું પ્રેશર આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આથી પાલિકાના ગેસ વિભાગ દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી. ગેસ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતાં વિસ્તારમાં ગેસ પુરવઠો ન મળતાં મુશ્કેલી સર્જાઇ હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઈન ડેમેજ થતા આજે સવારે લોકોના ઘરોમાં ગેસ ન સળગતા હજારો પરિવારોને સવારે ચા-નાસ્તા વગર રહેવું પડ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા અને ગેસ વિભાગને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. ગેસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી કલાકમાં ગેસ પુરવઠો પૂર્વવત કરી લીધો હતો.

Share :

Leave a Comments