અમરનાથ યાત્રા માટે મધ્ય ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 2500થી વધુ યાત્રીના રજીસ્ટ્રેશન થયા

દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ તા.1 જુલાઈથી થઈ રહ્યો છે

MailVadodara.com - More-than-2500-pilgrims-from-central-Gujarat-have-registered-for-Amarnath-Yatra-so-far

- યાત્રીઓના તૈયારીઓના ભાગરૂપે તમામને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા

દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ 1લી જુલાઈ 2025ના રોજથી બાબા અમરનાથની પવિત્ર યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે બાબા અમરનાથની યાત્રાએ જનાર યાત્રીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. તો બીજી તરફ સરકારે પણ યાત્રીઓના તૈયારીઓના ભાગરૂપે સરકારી હોસ્પિટલોમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સહિત રજીસ્ટ્રેશન શરૂ કરી દીધા છે.

અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાંથી 2500થી વધુ યાત્રીઓના રજીસ્ટ્રેશન થયા હોવાનું જાણવા મળ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ આગામી એક જુલાઈના રોજ થઈ રહ્યો છે. ત્યારે વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી બાબા અમરનાથ જનાર યાત્રીઓએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તથા રજીસ્ટ્રેશન કરાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ તથા ગોત્રી સરકારી હોસ્પિટલોમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધી જમનાભાઈ હોસ્પિટલમાં 1150, સયાજી હોસ્પિટલમાં 1000 તથા ગોત્રી હોસ્પિટલમાં 200 જેટલા વ્યક્તિઓને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું હોસ્પિટલ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments