પુણે-રાયપુર એક્સપ્રેસ ટ્રેનમાં ઊંઘી ગયેલા બે મુસાફરો સહિત 4 લોકોના મોબાઇલ ચોરાયા

વડોદરા રેલ્વે સ્ટેશન પર મોબાઇલ ચોરીની 4 ફરિયાદ નોંધાતા ચોરોને ઝડપી પાડવા તપાસ શરૂ

MailVadodara.com - Mobile-phones-of-4-people-including-two-sleeping-passengers-stolen-in-Pune-Raipur-Express-train

- વડોદરા રેલવે સ્ટેશન પર ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ ચોરી કરીને કોઈ શખસ ભાગી ગયો હતો, તેમજ અન્ય મુસાફર પાસેથી વાત કરવા લીધેલો ફોન લઈને ગઠિયો લઈને જતો રહ્યો

પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી પુણે-રાયપુર એક્સપ્રેસ ટ્રેનમાં ઊંઘી ગયેલા બે મુસાફરના તેમજ વડોદરા રેલવે સ્ટેશન પર ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ ચોરી કરીને કોઈ શખસ ભાગી ગયો હતો. તેમજ વાત કરવા માટે લીધેલો ફોન લઈને ગઠિયો લઈને જતો રહ્યો હતો. વડોદરા રેલ્વે સ્ટેશન પર મોબાઇલ ચોરીની ચાર ફરિયાદ નોંધાતા રેલવે પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠાના વડગામ ખાતે રહેતા મહેબૂબ મન્સૂરીએ નોંધાયેલી ફરિયાદ મુજબ, હું 13મીના રોજ મારી પત્ની મુમતાઝને ચામડીની બિમારી હોવાથી તેને વડોદરા લઈને આવ્યો હતો. 15 મીના રોજ મારે પાલનપુર જવાનુ હોતુ, જેથી હું અને મારી પત્ની વડોદરા રેલવે સ્ટેશન પ્લેટ નં.1 ઉપર આવી વેઇટિંગમાં જઈ બેઠા હતા. આ દરમિયાન મારા મોબાઈલ ફોનમાં ચાર્જિંગ ન હોવાથી મેં ચાર્જિંગ પોઈન્ટમાં રાખી વેઇટિંગ રૂમમાં બેસેલો હતો. આ દરમિયાન કોઈ ચોર ઇસમ મારી નજર ચુક્વી મારો ચાર્જિંગમાં રાખેલો મોબાઈલ ચોરી કરી નાસી ગયો હતો. શોધખોળ કર્યા બાદ પણ મળી આવ્યો ન હતો.

બીજા બનાવવામાં પુણે જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને પેસેન્જર વસઈ રોડથી ઇન્દોર જઈ રહ્યો હતો, તે દરમિયાન ટ્રેનમાં ઊંઘી જતા તેની ઊંઘનો લાભ લઈને ગઠિયો રૂપિયા 14 હજારનો મોબાઇલ કાઢીને ફરાર થઈ ગયો હતો. ત્રીજો બનાવ આ જ ટ્રેનમાં અનેક મુસાફર ઊંઘી ગયા જે દરમિયાન 8500નો મોબાઇલની ચોરી થઈ હતી.

જ્યારે ચોથા બનાવવામાં ઝારખંડનો વિકાસ ચીકબરેક વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફર ખાનામાં બેઠો હતો. તે દરમિયાન એક શખ્સે મોબાઈલ વાત કરવા માટે માંગ્યો હતો. ત્યારબાદ યુવકથી દૂર જઈને વાત કરવાનું કહી આ ગઠિયો રૂ.8500નો મોબાઇલ લઈને ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ચોરીની આ ચાર ઘટનામાં રેલ્વે પોલીસે ચોરોને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

Share :

Leave a Comments