હરણી નજીક કારમાંથી દારૂનો જથ્થા સાથે ખેપિયાની ધરપકડ, બે વોન્ટેડ

હરણી પોલીસે પાંજરાપોળ પાસેથી 91 હજારના દારૂ સાથે કાર ઝડપી પાડી

MailVadodara.com - Man-arrested-for-smuggling-liquor-from-car-near-Harni-two-wanted

- દારૂનો જથ્થો ઉદેપુરના ગોલુ પંડિત પાસેથી મંગાવી વડોદરાના રાજેશ ગુર્જરને આપવાનો હોવાની વિગતો ખૂલતાં હરણી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા

શહેરના હરણી ગોલ્ડન ચોકડી અને આસપાસના વિસ્તારમાં દારૂની હેરાફેરીના અવારનવાર કેસો પોલીસ પકડતી હોય છે.આમ છતાં હજી બુટલેગરોની પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી.

હરણી નજીક પાંજરાપોળ પાસેના ગ્રાઉન્ડમાં પોલીસે ગઇકાલે એક કારમાં તપાસ કરતાં ડિકિમાંથી રૂ.૯૧ હજારની કિંમતની દારૂની ૫૯ બોટલ મળી હતી. પોલીસે દારૂ મંગાવનાર જિતેન્દ્ર ગ્યારસીલાલ જાટ (રહે. સરગમ એપાટેમેન્ટ આનંદનગર રોડ, કારેલીબાગ)ની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો ઉદેપુરના ગોલુ પંડિત પાસેથી મંગાવી વડોદરાના રાજેશ ગુર્જરને આપવાનો હોવાની વિગતો ખૂલતાં હરણી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.

Share :

Leave a Comments