વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાનું સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ બનાવી અન્ય મહિલાઓની બદનામી કરતા મેસેજ મોકલનારને પોલીસે શોધી કાઢ્યો છે.
સોસાયટીમાં રહેતી મહિલાના ફોટા સાથે સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવી સોસાયટીની અન્ય મહિલાઓને બીભત્સ અને બદનામી કરતા મેસેજો મોકલવામાં આવતા હોવાથી મહિલાને જાણ થઈ હતી.
મહિલાએ આ અંગે સાયબર સેલની મદદ લેતા પોલીસે ફેક એકાઉન્ટની તપાસ કરી વાઘોડિયા રોડના વિરેન ભાઈલાલભાઈ પટેલની ધરપકડ કરી હતી.