સુભાનપુરામાં ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના ટળી

સીતારામ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફરસાણના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી

MailVadodara.com - Major-tragedy-averted-after-gas-cylinder-blast-after-massive-fire-in-Farsan-godown-in-Subhanpura

- અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાયર કર્મીઓ અને લોકોનો આબાદ બચાવ થયો હતો

- ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

- દુકાનના માલિકે ફાયર NOC લીધી છે કે નહીં તેની તપાસ કરાશે

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ સીતારામ કોમ્પ્લેક્સ સ્થિત ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ગોડાઉનમાં મૂકેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.


શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ મુખ્ય રોડ પર સીતારામ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફરસાણનું ઉત્પાદન કરતું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં ગઇકાલે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોએ તુરંત જ વડીવાડી ફાયર સ્ટેશનને જાણ કરી હતી. આ ઘટનાને પગલે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આ સમયે અચાનક જ ગોડાઉનમાં મૂકલો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેને પગલે લોકોમાં અફરા તફરી જોવા મળી હતી. આ સમયે ફાયર કર્મીઓ અને સ્થાનિક લોકોનો આબાદ બચાવ થયો હતો અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટના સ્થળે પહોંચેલા ફાયરકર્મીઓ જણાવ્યું હતું કે, સીતારામ કોમ્પલેક્ષમાં આગ લાગી હોવાનો કોલ મળતા અમે પહોંચી ગયા હતા. આ સમયે LPG સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હતો. જેથી, અમે લોકોને સ્થળ પરથી દૂર કરી દીધા હતા. જેને કારણે લોકોને બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. દુકાનના માલિકે ફાયર NOC લીધી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

Share :

Leave a Comments