નવાયાર્ડ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન

15 દિવસથી પીવાનું ગંદુ પાણી આવતા લોકોમાં રોગ ચાળાનો ભય

MailVadodara.com - Locals-troubled-by-contaminated-water-problem-in-Navayard-area

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દૂષિત પાણીના પ્રશ્નથી લોકો પરેશાન છે. પીવાનું પાણી ચોખ્ખું નહીં મળતું હોવાથી લોકો અવારનવાર કોર્પોરેશનના રજૂઆત કરવા આવે છે. સરસ્વતીનગરમાં છેલ્લા 15 દિવસથી પીવાનું ગંદુ પાણી આવતા લોકોમાં રોગ ચાળાનો ભય ફેલાયો છે. વર્ષો જૂની લાઈન હોવાથી તે જર્જરિત બનતા પાણી ગંદુ મળે છે. આ લાઈન બદલવા માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 

બીજી બાજુ ગટર લાઈનો લીકેજ હોવાથી અને પાણીની લાઈન જર્જરિત હોવાથી બંને પાણી મિક્સ થઈને લોકોના ઘર સુધી પહોંચે છે. હજુ તાજેતરમાં મુખ્યમંત્રી વડોદરા આવ્યા ત્યારે તેમની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે શહેરના ચારેય ઝોનમાં સોસાયટી વિસ્તારોમાં ગંદુ પાણી મળે છે, આ સમસ્યા હલ કરવાની જરૂર છે.

Share :

Leave a Comments