લક્ષ્મીપુરા પોલીસે કારમાં દારૂની મહેફિલ માણતા 6 શખસોને ઝડપ્યા, દારૂ-બિયરના ટીન મળ્યાં

લક્ષ્મીપુરા પોલીસે બાતમી આધારે પોલીસ સ્ટેશન પાસે વોચ ગોઠવી કાર તપાસી હતી

MailVadodara.com - Laxmipura-police-caught-6-people-enjoying-a-drinking-party-in-a-car-found-liquor-and-beer-cans

- લક્ષ્મીપુરા પોલીસે કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી કારમાં દારૂની મહેફિલ માણતા 6 જેટલા શખસો ઝડપાઈ ગયા છે. જેથી પોલીસે નબીરાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારમાં તપાસ કરતા દારૂની બોટલ તથા બિયરના ટીન તેમજ કાર મળી રૂપિયા 4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાસેથી કારમાં દારૂ માણતા કેટલાક પસાર થવાના છે. તેવી લક્ષ્મીપુરા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસ કર્મચારીઓએ તેને ઉભી રખાવી તપાસ કરી હતી.

આ સમયે કારમાંથી પ્રકાશ તેરસિંગભાઈ રાઠવા (રહે. નાથદ્વાર ટાઉનશીપ ડભોઈ રોડ કપુરાઈ વડોદરા), મિથુનભાઈ તેરસિંગભાઈ રાઠવા (રહે.રેવા પાર્ક સોસાયટી મુળ રહે તવા ગામ તા.કવાટ જિ.છોટા ઉદેપુર), મિતેષભાઈ નઝકભાઈ રાઠવા (રહે, નારુકોટ ગામ તા. કવાંટ જિ. છોટાઉદેપુર), અજયકુમાર કનૈયાલાલ રાઠવા (રહે. ઝવેરનગર રેલ્વે કોલોની પાછળ સોમા તળાવ વડોદરા), સંજય રસિકભાઇ રાઠવા (રહે. નર્મદા નગરી ટેનામેટ ગોરવા વડોદરા), ચંદ્રકાંતભાઈ સિતારામભાઈ રાઠવા (રહે. વિશાલનગર પાણીની ટાંકી પાસે તરસાલી વડોદરા) તથા આનંદભાઈ ફુગરીયાભાઈ રાઠવા (રહે. વ્રજ ભૂમિ સિસાયટી ભારત પેટ્રોલપંપની પાછળ, સોમા તળાવ, વડોદરા) મળી આવ્યા હતા. પોલીસે કાર સહિત રૂપિયા 4 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બ્રેથ એનેલાઇઝરથી તપાસ કરતા પ્રકાશ તેરસિંગભાઈ રાઠવા, મિથુનભાઈ તેરસિંગભાઈ રાઠવા, મિતેષભાઈ નઝકભાઈ રાઠવા અજયકુમાર કનૈયાલાલ રાઠવા, સંજય રસિકભાઇ રાઠવા અને ચંદ્રકાંતભાઈ સિતારામભાઈ રાઠવા પીધેલા હોવાનું જણાઇ આવ્યું હતું. જ્યારે આનંદભાઈ ફુગરીયાભાઈ રાઠવાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેથી પોલીસે 6 આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments