LCB સ્ક્વોડ ઝોન-2 પોલીસે વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો

LCB ઝોન 2ના સ્ટાફે બાતમી આધારે દરોડો પાડી બૂટલેગરને ઝડપી પાડ્યો

MailVadodara.com - LCB-Squad-Zone-2-Police-nabbed-a-bootlegger-with-a-quantity-of-foreign-liquor

વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં LCB સ્ક્વોડ ઝોન-2 દ્વારા દરોડો પાડીને વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડીને 53,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર DCP કક્ષાના અધિકારીની સીધી દોરવણી હેઠળ કામગીરી કરતા LCB ઝોન 2ના સ્ટાફને માહિતી મળી હતી કે, એક એક્ટિવા ચાલક ઈસમ મરીમાતાના ખાંચામાં વિદેશી શરાબનું વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળા ઇસમને ઝડપી પાડ્યો હતો. તેની એક્ટિવાની ડેકીમાંથી 180 મિલી લીટરના 44 જેટલા ક્વાર્ટર મળી આવ્યા હતા.  LCBની ટીમે દાંડિયાબજાર શિવાજી પાન પાર્લરની પાછળ રહેતા લલિત ઉર્ફે સાગર મહેશભાઈ કહારની ધરપકડ કરીને નરેન્દ્રસિંહ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી, એક એક્ટિવા તેમજ શરાબનો જથ્થો તેમજ મોબાઈલ ફોન મળીને 53,800 રૂ.નો મુદ્દામાલ કબ્જે લીધો છે.


Share :

Leave a Comments