- જરોદ પોલીસે હરિયાણાના દીક્ષિત સતીશ આર્યા અને તુષાર યોગેશ મદાનની અને રાજસ્થાનના રામજ્ઞાન બેનીવાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
19 ફેબ્રુઆરીના રોજ બરોડા ક્રિકેટ એસોસિએશનના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ દરમિયાન સટ્ટો રમતા ત્રણ આરોપીની જરોદ પોલીસે ધરપકડ કરી છે.
19 ફેબ્રુઆરીના રોજ બરોડા ક્રિકેટ એસોસિએશનના કોટમની સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ દરમિયાન મોબાઈલ ફોનમાં રિમોટ ડેસ્કટોપ નામની એપ્લિકેશનમાં બેટ એન્જલ નામનું સોફ્ટવેર ખોલીને તેમાં લિંક ઓપન કરી રનફેર સેશનના સોદાઓ કરી ઓનલાઈન ક્રિકેટ મેચનો સટ્ટો રમતા બે શખસોને જરોદ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી બે મોબાઈલ અને 1640 રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. પોલીસે હરિયાણાના દીક્ષિત સતીશ આર્યા અને તુષાર યોગેશ મદાનની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે ભૂલથી ફરિયાદમાં આરોપીની જગ્યાએ પંચની કામ કરી કરતા યુવાનનું નામ લખી નાખ્યું હતું. જોકે, પોલીસને આ ભૂલ ધ્યાને આવતા પોલીસે ફરિયાદની અંદર આરોપીના નામમાં સુધારો કર્યો હતો. બરોડા ક્રિકેટ એસોસિએશનના કોમ્પ્યુટરમાં વાયરસ હોવાને કારણે આ પ્રકારની ઘટના સામે આવી હતી.
બીજી તરફ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ દરમિયાન મોબાઈલ ફોનમાં એપલ પેનક્ષ નામની એપ્લિકેશન મારફતે રન ફોર્સ ના ફોટાઓ કરી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને જરોદ પોલીસની ઝડપી પાડ્યો છે. પોલીસે ત્રણ મોબાઇલ અને 1200 રૂપિયા રોકડા તેની પાસેથી જપ્ત કર્યા છે અને આરોપી રામજ્ઞાન રામપ્રસાદ બેનીવાલ (રહે. સિરોહી, તા. નીવાઈ, જી. ટોંક, રાજસ્થાન)ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.