- મીડિયાના માધ્યમથી પર્દાફાશ થતા મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ ગંભીર નોંધ લઈ કામ બંધ કરાવ્યું
- સ્વર્ણિમની ગ્રાન્ટના નાણાં વેડફાતા હોવાના અહેવાલ મીડિયાએ પ્રસિદ્ધ કરતાં મ્યુ. કમિશ્નર એક્શનમાં આવ્યા
વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટ ના પાપે પ્રજાના પરસેવાની કમાણી વેડફાઈ જાય છે. શિયાબાગમાં સંપૂર્ણપણે અકબંધ ફૂટપાથ તોડી રૂ ૧૯.૭૭ લાખના ખર્ચે નવો ફૂટપાથ બનાવવામાં આવી રહ્યો છે.
વડોદરા મહાનગર પાલિકામાં રોડ અને ફૂટપાથ પાછળ કરોડો રૂપિયા ખર્ચી ને પણ અપેક્ષિત પરિણામ મળતું નથી. રોડ અને ફૂટપાથ ના નામે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો છાશવારે થાય છે. શહેરના શિયાબાગ વિસ્તારમાં સંપૂર્ણ પણે સલામત ફૂટપાથ ખોદી કાઢવામાં આવ્યો છે. અહી સારા અને મજબૂત પેવર બ્લોક કાઢી રૂ. ૧૯.૭૭ લાખના ખર્ચે નવા પેવર બ્લોક નાખી ફૂટપાથ બનાવવા ન્યુ ટેક એન્જિનિરિંગને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.
પાલિકાના વહીવટી તંત્ર દ્વારા રૂ.૧૯.૭૭ લાખ વેડફી નાખવાં ધુપ્પલ અંગે અધિકારીઓનું કહેવું છે કે આ કામ સ્વર્ણિમ ની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. અગાઉ સ્વર્ણિમ ગ્રાન્ટ માંથી મંજૂર થયેલું કામ નક્કી થયા મુજબ જ કરવાનું હોય છે. અમે તમને જણાવી દઈએ કે સ્વર્ણિમ ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા કામ કરી જરૂરી ના હોય તો મ્યુનિસિપલ કમિશનરને નક્કી થયેલા કામોની જગ્યાએ અન્ય કામો કરવાનાં ફેરફારની સત્તા હોય છે.
પાલિકાના અનધણ કામોનો કોંગ્રેસ વિરોધ કરી રહ્યા છે. આવા અણધણ નિર્ણય લેનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.
રૂ ૧૯.૭૭ લાખના બિન જરૂરી ફૂટપાથ બનાવી પ્રજાના પરસેવાની કમાણી વેડફી નાખવાના દેખીતા પુરાવા સામે અનેક સવાલો ઉભા થાય છે.
અહી સવાલ એ છે કે સારા ફૂટપાથ તોડી નવા ફૂટપાથ નું કામ શરૂ કરતાં પહેલા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ? જો નીરીક્ષણ કરવામાં આવ્યું હતું તો અમને અને તમને જે દેખાયું એ અધિકારીને કેમ ન દેખાયું ? સ્વર્ણિમ ની ગ્રાન્ટમાં નક્કી થયેલા કામમાં ફેરબદલ કરવાની સત્તા કમિશનર ને છે આમ છતાં સારો ફૂટપાથ તોડી નવો ફૂટપાથ બનાવવાનો નિર્ણય કેમ લેવાયો ? સારો ફૂટપાથ તોડી નવો ફૂટપાથ બનાવવાની જાણ મ્યુનિસિપલ કમિશનર કરવામાં આવી છે ? પ્રજાના પરસેવાની કમાણીના રૂ.૧૯.૭૭ લાખ આવી રીતે વેડફી નાખવા સામે તપાસના થવી જોઈએ ? આવા ઘણા સવાલો પાલિકાના કહેવાતા સ્માર્ટ શાસકો અને અધિકારીઓ સામે ઉભા થાય છે.