- આરોપીઓ પાસેથી બે સોનાની ચેન, રીક્ષા, મોબાઈલ મળી કુલ રૂપિયા 2.29 લાખનો મુદ્દામાલ જપ્ત, મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાયો
વડોદરા શહેરમાં ઓટોરિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી સોનાની ચેઇનો કાઢી લેવાના ગુનામાં સંડોવાયેલા શખસોને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે તો એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ રોડ પાસે નંબર વગરની ઓટો રીક્ષા ચાલક સહિત ત્રણ ઈસમ અને એક મહિલા મળી આવતા આસમને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પૂછતાછ હાથ ધરી હતી. તે દરમિયાન શંકા જતા આ તમામ શખસોને ઓટો રીક્ષાને ઓર્ડર કરી અને રોકી તમામના નામ પૂછી અને તેઓ પાસેથી ઓટો રિક્ષામાંથી સોનાની બે ચેઈનો મળી આવી હતી અને ત્યારબાદ આ શખસોને સદન પૂછપરછ કરતા તેઓએ સોનાની ચેઈનને મહિલાઓ પાસેથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા આરોપીઓમાં શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ વ્હોરા (ઉંમર વર્ષ 40 રહે મહેમદાવાદ ખાત્રજ દરવાજા બહાર જિલ્લો ખેડા ),સલમાન ગુલાબનબી વ્હોરા (ઉંમર વર્ષ 34 રહે સનમપાર્ક સોસાયટી ઉમરી નગર આણંદ), જાફરભાઈ અનવરભાઈ મન્સૂરી ( ઉંમર વર્ષ 32 રહે મહેમદાવાદ સોનમ પાર્ક ભાગ્યોદય રોડ જિલ્લો ખેડા), ઉસ્માઈલભાઈ વોરા ( ઉંમર વર્ષ 40 રહે ગામડી રોડ સામરખા ચોકડી પાસે આનંદ) આ સાથે અન્ય પાંચમાં આરોપી રેશમાબેન ઇસ્માઈલભાઈ વોરા (રહે ઈસ્માઈલનગર આણંદ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ આરોપીઓને ઝડપી શહેરના મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ સાથે આ આરોપીઓ પાસેથી બે સોનાની ચેન, રીક્ષા, મોબાઈલ મળી કુલ રૂપિયા 2,29,460નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે અને તેઓની સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાયેલી છે.