સયાજી હોસ્પિટલના પહેલા માળે આગ લાગતા જવાનોએ ધુમાડાથી બેભાન વ્યક્તિનું રેસ્ક્યૂ કર્યું

સયાજી હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઇ

MailVadodara.com - Firefighters-rescue-man-unconscious-from-smoke-as-fire-breaks-out-on-first-floor-of-Sayaji-Hospital

- સયાજી હોસ્પિટલમાં આવેલા સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી

- ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનોએ રસી વડે પહેલા માળે ચઢી યુવકનું રેસ્ક્યૂ કર્યું હતું

- હોસ્પિટલના સ્ટાફને આગ કઈ રીતે કાબૂમાં લેવી તેની સમજ આપવામાં આવી


દિન પ્રતિદિન વધતા આગના બનાવોમાં વ્યક્તિ કે રીતે આત્મરક્ષણ મેળવી શકે તે માટે અવાર નવર મોકડ્રિલ કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે. ત્યારે આજે શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલા સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં ઓફિસના ઉપરના માળે આગ લાગી હોવાનો મેસેજ વડોદરા સયાજી હોસ્પિટલના ફાયર વિભાગને આપતા જવાનો દોડી આવી તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. આ મોકડ્રિલમાં એક વ્યક્તિ ધુમાડાને કારણે સ્થિતિ બગડતા ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનોએ રસી વડે પહેલા માળે ચઢી યુવકનું રેસ્ક્યૂ કર્યું હતું.


આ અંગે સયાજી હોસ્પિટલમાં ફાયર વિભાગમાં ફાયર ઓફિસર કરન પરબે જણાવ્યું હતું કે, આ સયાજી હોસ્પિટલમાં મોકડ્રિલ હતી. જેમાં સમયસર બધાને ખબર પડતા નીચે આવી ગયા હતા, પરંતુ એક વ્યક્તિ ઉપર ધુમાડામાં બેહોશ થયો હતો અને તે ફસાયેલ વ્યક્તિને પહેલા માળે બે જવાનોએ રસ્સા વડે ઉપર ચઢી તાત્કાલિક સ્ટ્રેચર વડે બચાવી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં રવાના કર્યો હતો. અહીંયા છ ફાયરમેન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.


કટોકટીની સ્થિતિમાં કોઈ વ્યક્તિ ફસાય છે અથવા આવી સ્થિતિ ઉદ્ભવે ત્યારે તે કઈ રીતે બહાર નીકળી શકે તે માટે મોકડ્રિલ યોજાતી હોય છે. આજે યોજાયેલી આ મોકડ્રિલમાં હોસિપીટલમાં કામ કરતા તમામ કર્મચારીને મેસેજ મળતા નીચે દોડી આવ્યા હતા. આ સાથે સયાજી હોસ્પિટલમાં કામગીરી કરતા ફાયરના જવાનો તત્કાલિક દોડી આવી કામગીરી હાથ ધરી હતી. મોકડ્રિલ બાદ એકત્રિત થયેલા હોસ્પિટલના સ્ટાફને એક જગ્યાએ આગ લગાવી તેને કઈ રીતે કાબૂમાં લેવી તે બાબતે માહિતી આપવામાં આવી હતી. આ સાથે આગ સમયે ફાયરને કઈ રીતે કાબૂમાં લેવી તે અંગેની જાણકારી આપી હતી. આ રીતે હાલમાં આગના વધતા બનાવો અંગે લોકોમાં જાગૃતિ આવે તે પ્રકારે સમયાંતરે આ પ્રકારે મોકડ્રિલ યોજવામાં આવતી હોય છે.

Share :

Leave a Comments