ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ટ્રાન્સફર કરી આપવાના બહાને ફાયનાન્સર સાથે રૂપિયા 14.14 લાખની છેતરપિંડી

MailVadodara.com - Financier-cheated-of-Rs-14-14-lakh-on-the-pretext-of-transferring-money-from-credit-card

- નવાયાર્ડ વિસ્તારમાં રહેતા ફાયનાન્સરે સિટી પોલીસ સ્ટેશનમાં બે ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા ફાયનાન્સરને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહીને કમિશન એજન્ટ સહિત બે શખસો દ્વારા તેમના બેન્ક એકાઉન્ટમાંથી 14.14 લાખ રૂપિયા બારોબાર અન્ય એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરીને ઠગાઈ આચરવામાં આવી હતી. જેથી, ફાયનાન્સરે સિટી પોલીસ સ્ટેશનમાં બંને ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના છાણી રોડ પર નવાયાર્ડ ખાતે આવેલા અહેમદ રજાનગરમાં રહેતા મોહમદ કાસીમભાઈ રિયાજુલહસનખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હું મોબાઈલની દુકાનમાં IDFC ફાયનાન્સર તરીકે નોકરી કરું છું. મારી પાસે અલગ-અલગ કંપનીના 14 ક્રેડિટ કાર્ડ છે. દુકાનની બહાર સિક્યુરીટી તરીકે નોકરી કરતો મારા મિત્ર આશિક શેખ થકી આસીફશા દિવાન સાથે ઓળખાણ થઈ હતી. જેથી અમારે ઘણા વર્ષોથી સંબંધી હોય આસીફશા દિવાનને સારી રીતે ઓળખતા હતા.

30 જાન્યુઆરી, 2023ના રોજ આસીફશા દિવાન સાથે ઇમાન ગુલામકાદર દિવાન મારી પાસે ક્રેડિટ કાર્ડ લેવા આવતો હતો. ત્યારે મે મારા ક્રેડિટ કાર્ડ આસીફશા અને ઈમરાનને આસિફશા દિવાનના ઘરે આપ્યા હતા અને આસીફસા દિવાને મારી પાસેથી ઓ.ટી.પી. લઈ મારા તમામ ક્રેડિટ કાર્ડ આશીફ દિવાન તથા ઈમરાન દીવાને પોતાની જાતે લેપટોપ તથા સ્વાઈપ મશીન મારફતે મારા તમામ ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 14.14 લાખ એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરી લીધા હતા. તેની રૂપિયાની માંગણી કરવા છતાં તે રૂપિયા નહીં આપતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. જેથી પોલીસે આસિફશા દિવાન તથા ઇમરાન દિવાન વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોધી કાર્યવાહી શરૂ કરી છે.

Share :

Leave a Comments