વારસિયાના રહેણાંક મકાનમાંથી 4.10 લાખના વિદેશી દારૂ સાથે પિતાની ધરપકડ, પુત્ર વોન્ટેડ

ક્રાઈમ બ્રાન્ચની ટીમે માહિતી આધારે સંતકંવર કોલીનીના મકાનના કંપાઉન્ડમાં રેડ કરી હતી

MailVadodara.com - Father-arrested-with-foreign-liquor-worth-Rs-4-10-lakh-from-a-residential-building-in-Warsia-son-wanted

- વોન્ટેડ આરોપી ભરત ઉર્ફે ધીરજ નામાની અગાઉ વર્ષ 2024માં વડોદરા શહેરના વારસીયા, હરણી, સીટી, કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ 4 ગુનાઓમાં પકડાયેલો છે

વડોદરા શહેરમાં બૂટલેગર દ્વારા મંગાવવામાં આવેલા 4.10 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતી આધારે વારસિયા વિસ્તારમાં આવેલ સંતકંવર કોલીનીના એક મકાનના કંપાઉન્ડમાં રેડ કરી હતી. જ્યાં એક ઇસમ વજનદાર કોથળાઓ સાથે મળી આવ્યો હતો અને આ ઇસમે પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસને તેની પર શંકા ગઈ હતી. પોલીસને આરોપી ધર્મેશભાઇ ઉર્ફે ધરમુ લક્ષ્મણદાસ નામાની (રહે. સંતકંવર કોલોની, તીવારી ચાલ સામે, વારસીયા, વડોદરા) પાસેથી 4.10 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ વિદેશી દારૂના જથ્થા રાખવા અંગેનું પાસ કે પરમીટ તેની પાસે ન હોવાથી આ વિદેશી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે? તે અંગે પુછતા આ ઇસમે આ વિદેશી દારૂનો જથ્થો તેનો પુત્ર ભરત ઉર્ફે ધીરજ લાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે પિતા, પુત્ર સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પિતાની ધરપકડ કરીને પુત્રને વોન્ટેડ જાહેર કર્યો છે.

વિદેશી દારૂનો જથ્થાના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઇ નામાની અગાઉ વર્ષ 2024માં વડોદરા શહેરના વારસીયા, હરણી, સીટી, કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ 4 ગુનાઓમાં પકડાયેલા છે અને આ આરોપી તેની આ વિદેશી દારૂની ગુનાહિત પ્રવૃતીના કારણે એક વખત પાસામાં પણ ગયેલો છે.

Share :

Leave a Comments