દિવ્યાંગ ઉમેદવારો માટે કાલે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

NCS પોર્ટલ પર ઓનલાઈન રોજગારી શોધવા નામ નોંધણી કરવામાં આવશે

MailVadodara.com - Employment-recruitment-fair-self-employment-guidance-camp-will-be-held-tomorrow-for-disabled-candidates

- સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે આવતીકાલે 17 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યાથી અકોટા સ્ટેડિયમ ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર), મોડેલ કરિયર સેન્ટર તરસાલી વડોદરા તેમજ ITI ફોર ડિસેબલ તેમજ ભારત સરકારના નેશનલ કરિયર સર્વિસ ફોર ડીફરન્ટલી એબલ(વુમન), વડોદરાના સંયુક્ત ઉપક્રમે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (ડિસેબિલિટી) ધરાવતા માત્ર હીયરીંગ ઈમ્પેરડ (શ્રવણમંદતા) અને ઓર્થો હેન્ડીકેપ (પગની દિવ્યાંગતા) ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથથી કામ કરી શકે એવા 18થી 40 વર્ષના ધો.8 પાસ, 10 પાસ, આઈટીઆઈ, 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી અને પુરુષ દિવ્યાંગ ઉમેદવારો માટે તા.17.01.2025ના રોજ સવારે 10 વાગ્યાથી અકોટા સ્ટેડિયમ, વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.

આ ભરતી મેળામાં વડોદરા જિલ્લાની આજુબાજુના 20 જેટલા તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની, કોન્ટ્રાકટ અને એપ્રેન્ટીસની જરૂરિયાત મુજબ ઓપરેશન, મેઈન્ટેનન્સ, ક્વોલિટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમીન,પેકર, હેલ્પર, શોર્ટર, ટેલીકોલર, સેલ્સ, માર્કેટીંગ, ઓપરેટર જેવી 450 જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યુ કરીને પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.

ભરતી મેળા સાથે દિવ્યાંગ ઉમેદવારોને સ્વરોજગાર, ઉદ્યોગ સાહસિકતા અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્ષ તાલીમ, દિવ્યાંગજન માટેની લોન સહાય યોજના અંગે વિના મૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ NCS પોર્ટલ પર ઓનલાઈન રોજગારી શોધવા માટે નામ નોંધણી કરવામાં આવશે. રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન માટે રસ ધરાવતા ઉપર જણાવેલ પ્રકારની દિવ્યાંગતા -ડીસેબીલીટી ધરાવતા ઉમેદવારોએ તેમના રીઝયુમની 5 નકલ તેમજ દિવ્યાંગતા (ડીસેબીલીટી )પ્રમાણપત્ર અને આધારકાર્ડ સાથે સ્વખર્ચે હાજર રહેવું તેમ રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Share :

Leave a Comments