વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં એકદમ દંપતિ નશાકારક સીરપનું વેચાણ કરતું હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડી એક વ્યક્તિની અટકાયત કરી છે.
યાકુતપુરા વિસ્તારમાં પહેલવાનના ખાંચા નજીક રહેતો ફિરોજ શેખ અને તેની પત્ની પ્રતિબંધિત નશાકારક સીરપનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાની માહિતી મળતા એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. જે દરમિયાન 3,750ની કિંમતની કોડીન સીરપની 25 બોટલ મળી આવતા પોલીસે ફિરોજ શેખની અટકાયત કરી હતી. સીરપ ની બોટલો ક્યાંથી લાવતો હતો. કેટલા સમયથી લવાતો હતો અને કોને કોને વેચાણ કરતો હતો તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.