દાંડીયાબજારમાંથી ચોરી કરેલીની મોટર સાયકલ સાથે બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ક્રાઇમ બ્રાન્ચ પોલીસને જોઇ મોટર સાયકલ પર ભાગવા જતા બંનેને ઝડપી પાડ્યા

MailVadodara.com - Crime-branch-nabbed-two-accused-with-stolen-motorcycle-from-Dandiya-bazar

- પોલીસે બંનેની સઘન પુછપરછ કરતા બંનેએ 10 દિવસ અગાઉ સિધ્ધીવિનાયક ગણપતિ મંદિર પાસે રોડ ઉપરથી ડુપ્લીકેટ ચાવીથી બાઇકની ચોરી કર્યાની કબૂલાત

વડોદરાના દાંડીયાબજાર ખાતેથી મોટર સાયકલની ચોરી કરનાર બે આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ સાથે ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગ હતી. ત્યારે અકોટા ગામ ઝુપડપટ્ટી તરફથી એક મોટર સાયકલ પર બે ઇસમો બેસી આવતા હોઈ આ બન્ને ઇસમ ક્રાઈમ બ્રાન્ચની ટીમને જોઇને મોટર સાયકલ પર નાશવાની કોશીશ કરતા જણાતા આ બન્ને ઇસમો તેઓ પાસેની મોટર સાયકલ સાથે શંકાસ્પદ જણાતા હતા. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે બન્નેને કોર્ડન કરીનેં પુછપરછ હાથ ધરી હતી. તેઓ વિશાલ ઉર્ફે અર્જુન દંતાણી, રાહુલ દંતાણી હોવાનુ જણાવ્યુ હતુ. તેઓની પાસેથી મળી આવેલ મોટર સાયકલના પેપર્સ હતા નહિ. પોલીસે બંનેની સઘન પુછપરછ કરતા બંનેએ દશેક દિવસ પહેલા દાંડિયા બજાર સિધ્ધીવિનાયક ગણપતિ મંદિર પાસે રોડ ઉપરથી મોટરસાઇકલની ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વિશાલ ઉર્ફે અર્જુન દંતાણી અને રાહુલ દંતાણીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments