જ્વેલર્સના શોરૂમમાંથી અસલી દાગીના ચોરી નકલી પધરાવતી ઠગ મહિલાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

મહિલાએ અગાઉ વડોદરા-ખેડામાં 4 જગ્યાએ છેતરપિંડી કરી હોવાની માહિતી મળી

MailVadodara.com - Crime-branch-arrests-thug-woman-for-stealing-genuine-jewelery-from-jewelers-showroom

વડોદરાના જુદા જુદા વિસ્તારના જ્વેલર્સ શોરૂમમાં દાગીના ખરીદવાના નામે અસલી દાગીના ચોરી નકલી પધરાવી દેતી ઠગ મહિલાને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.

વડોદરા શહેરના કેટલાક જ્વેલર્સ શોરૂમમાં દાગીના ખરીદવા માટે આવતી મહિલા દ્વારા દાગીના જોયા બાદ અસલી દાગીના બદલીને નકલી દાગીના પરત આપી દેવાના બનાવો બનતા હોવાથી જુદા-જુદા ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ક્રાઈમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે આ બનાવો અંગે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ કર્યા બાદ વડોદરા નજીક કોયલી ગામના સાગર પ્લાઝામાં રહેતી પ્રવિણા ઉર્ફે ટીની મહેન્દ્રભાઈ સેનવાને માંડવી સોની બજાર વિસ્તારમાંથી ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ઉપરોક્ત મહિલાએ મકરપુરા રોડ પર એક શો રૂમમાંથી સોનાની ચેન તેમજ ગેન્ડીગેટ રોડ અને વડસર રોડ પરના બે શોરૂમમાંથી ડાયમંડની બે વીટી ચોર્યાની વિગતો ખુલતા પોલીસે તમામ મુદ્દા માલ કબજે કર્યો હતો. મહિલાએ અગાઉ પણ વડોદરા અને ખેડામાં ચાર જગ્યાએ છેતરપિંડી કરી હોવાની પોલીસને માહિતી મળી છે. જેથી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Share :

Leave a Comments