વાઘોડિયા રોડ ઉપર મહિલાના જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો, 11 જુગારીયા ઝડપાયા

અગાઉ 70થી વધુ ગુનામાં પકડાયેલી મહિલા બૂટલેગરે આ જુગારનો અડ્ડો શરૂ કર્યો હતો

MailVadodara.com - Crime-Branch-raids-womens-gambling-den-on-Waghodia-Road-11-gamblers-arrested

- વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ કાર્યવાહીમાં રોકડ, મોબાઇલ, ટુ વ્હીલર મળીને કુલ રૂપિયા 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કપૂરાઇ પોલીસ મથક હદ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યો હતો. પોલીસે મહિલા પોલીસને સાથે રાખી દરોડો પાડી જુગાર રમાડનાર મહિલા સહિત 11 જુગારીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કાર્યવાહીમાં રોકડ, મોબાઇલ, ટુ વ્હીલર મળીને કુલ રૂપિયા 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 70થી વધુ ગુનામાં પકડાયેલી મહિલા બૂટલેગરે આ જુગારનો અડ્ડો શરૂ કર્યો હતો. 

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી કે, ઉકાજીના વાડીયા ખાતે રહેતી હર્ષા અવિનાશભાઇ કહાર પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવીને હાર-જીતનો જુગાર રમાડે છે. જેથી ટીમોએ મહિલા પોલીસને સાથે રાખીને સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડામાં મહિલા બુટલેગર સહિત 11 ખેલીઓ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં રોકડા રૂપિયા, મોબાઇલ, ટુ વ્હીલર મળીને કુલ રૂપિયા 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તમામની અટકાયત કરી છે. આ મામલે કપુરાઇ પોલીસ મથકમાં વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બુટલેગર હર્ષા અવિનાશભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા) 12 વર્ષથી દારૂ-જુગારની પ્રવૃત્તિ ચલાવે છે. તેની સામે કપુરાઇ, પાણીગેટ અને બાપોદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના 65 ગુના તથા જુગારના 5 ગુના નોંધાયેલા છે. જ્યારે અજય મહેશભાઇ માળી (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા) વિરૂદ્ધ પ્રોહીબીશન તેમજ મારામારીના ગુના નોંધાયેલા છે. પ્રીન્સ ઉર્ફે બોડો લક્ષ્મણભાઇ કહાર (રહે. શીતળા માતાનો મહોલ્લો, પાણીગેટ, વડોદરા) સામે મારામારી અને જુગારના ગુના નોંધાયેલા છે. ભદ્રેશ ઉર્ફે ભાવલો નટુભાઇ કહાર, ગોવીંદ ફકીરાભાઇ કહાર અને મંગા મફાભાઇ વાઘેલા અગાઉ જુગારના ગુનામાં પકડાયેલા છે અને નિશાંત જયંતિભાઇ પટેલ અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલો છે.


પકડાયેલા આરોપીના નામ

હર્ષા અવિનાશભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)

અજય મહેશભાઇ માળી (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)

પ્રીન્સ ઉર્ફે બોડો લક્ષ્મણભાઇ કહાર (રહે. શીતળા માતાનો મહોલ્લો, પાણીગેટ, વડોદરા)

ભદ્રેશ ઉર્ફે ભાવલો નટુભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)

રોહીત મુકેશભાઇ રાઠોડ (રહે. વાસ તળાવ ઝુપડપટ્ટી, વડોદરા)

ગોવીંદ ફકીરાભાઇ કહાર (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)

મંગો મફાભાઇ વાઘેલા (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)

વિનોદ મંગાભાઇ વાઘેલા (રહે. ઉકાજીનું વાડીયું, વાઘોડિયા રોડ, વડોદરા)

નિશાંત જયંતિભાઇ પટેલ (રહે. રતનપુર, પટેલ ફળિયું, વડોદરા)

ચિરાગ પ્રકાશભાઇ જયસ્વાલ (રહે. રંગ વાટીકા, વાઘોડિયા, વડોદરા)

વિનોદ શાંતિલાલ પારકર (રહે. સનક્લાસીસ ફ્લેટ, વાઘોડિયા, વડોદરા)

Share :

Leave a Comments