ખાસવાડી સ્મશાન રોડ પરના ગેરકાયદે દબાણો હટાવવા જતા કોર્પોરેશનના કર્મીઓ સાથે ઘર્ષણ

આરાધના ટોકીઝ થી ખાસવાડી સ્મશાન સુધીના રોડની બંને બાજુના દબાણો હટાવાયા

MailVadodara.com - Clash-with-corporation-workers-who-were-going-to-remove-illegal-encroachments-on-Khaswadi-Crematorium-Road

- પોલીસ કાફલા એ મામલો સંભાળી લેતા દબાણ ટીમની કાર્યવાહી સરળ બની

- પાલિકાની દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો

વડોદરા શહેરના આરાધના ટોકીઝથી ખાસ વાડી સ્મશાન રોડ પર વિશ્વામિત્રીના કોતરના અનેક ગેરકાયદે ડબાણું હટાવવા કોર્પોરેશનની દબાણ શાખા ની ટીમ પહોંચી જતા સ્થાનિક દબાણો કરનારા ઈસમો સાથે ઘર્ષણ થતાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલ સામેથી જૂની આરાધના ટોકીઝ થઈને ખાસવાડી સ્મશાનથી કારેલીબાગ સુધીના રોડની બંને બાજુએ મોટર ગેરેજના અનેક શેડ તથા વિશ્વામિત્રી નદીના કોતર તરફ બનાવેલા ગેરકાયદે કેટલાક ગેરેજ નો સફાયો દબાણ શાખાની ટીમે કર્યો હતો. આ ઉપરાંત રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ગેરેજનો માલ સામાન મૂકી દેતા બંને બાજુના રસ્તા સાંકડા થઈ ગયા હતા આ તમામ દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ કેટલાક ગેરકાયદે શેડ તોડવાની કાર્યવાહી દરમિયાન પાલિકાની દબાણ શાખા ની ટીમ સાથે અન્ય કોમના સ્થાનિક શેડવાળાઓએ એકત્ર થઈને તું તું મેમે શરૂ કર્યું હતું. પરંતુ પોલીસ કાફલા એ મામલો સંભાળી લેતા દબાણ ટીમની કાર્યવાહી સરળ બની હતી. જ્યારે આ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી હોવાની જાણ થતા જ કેટલાક મોટર ગેરેજ વાળાઓએ પોતપોતાનો ગેરકાયદે ખડકેલો માલ સામાન અને બંધ હાલતમાં પડેલી કેટલીક મોટરોને ધક્કા મારીને ખૂણે ખાચરે ગોઠવી દીધી હતી. આમ છતાં દબાણ શાખા ની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરી લીધો હતો.

Share :

Leave a Comments