વડોદરામાં જાહેર રોડ પર ઢોર રખડતા મૂકનાર 3 પશુ માલિક સામે ગુનો દાખલ

જાહેર રોડ પર રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતો થતા હોય છે

MailVadodara.com - Case-registered-against-3-cattle-owners-for-letting-cattle-stray-on-public-roads-in-Vadodara

વડોદરામાં જાહેર રોડ પર રખડતા ઢોરના કારણે અકસ્માત થાય છે. ઘણીવખત આ અકસ્માત જીવલેણ પુરવાર થતા હોય છે. ત્રણ પશુ માલિક સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા કોર્પેોરેશનના ઢોર પાર્ટીના સ્ટાફે ઘાઘરેટિયા વિસ્તારમાં જાહેર રોડ પર રખડતા એક ઢોરને પકડીને ડબામાં પૂર્યુ હતું. ઢોરના માલિક વિનશકુમાર કોચરભાઇ રાઠવા (રહે. ઇન્દ્રનગર, સોમા તળાવ પાસે)ની સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસેથી ગત ૧૧મી તારીખે કોર્પોરેશનના સ્ટાફે એક પશુને પકડી પાડયું હતું. જેના માલિક વિજય લાલજીભાઇ રબારી (રહરે. રબારી વાસ, ફતેપુરા)ની સામે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે જાહેર રોડ પર પશુને રખડતું છોડી દેનાર પશુ માલિક ભવન નવઘણભાઇ ભરવાડ (રહે. ભરવાડ વાસ, અટલાદરા) સામે અટલાદરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Share :

Leave a Comments