માણેજા ક્રોસિંગ પાસેથી પસાર થતી CNG કારમાં આગ લાગતા બળીને ખાક, મહિલાનો બચાવ

બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળતા કાર સાઇડ પર લઈને મહિલા નીચે ઉતરી ગઈ હતી

MailVadodara.com - CNG-car-passing-by-Maneja-crossing-burnt-to-ashes-woman-rescued


વડોદરામાં માણેજા વિસ્તારમાં આજે સવારે એક સીએનજી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારચાલક મહિલાનો બચાવ થયો હતો. 

આરવી પરમાર નામની મહિલા સવારે 10.30 વાગે મારુતિ વેગન-આર કાર લઈને માણેજા ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કારના બોનેટ સાઈડથી ધુમાડા નીકળતા મહિલા તરત જ કાર સાઇડ પર લઈને નીચે ઉતરી ગઈ હતી. 

આ સાથે જ થોડી વારમાં આખી કાર ભડભડ આગમાં લપેટાઈ ગઈ હતી. બનાવને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ પણ દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી.

Share :

Leave a Comments