સાવલીમાં દારૂ પીધા બાદ આધેડે નાણાં ન ચૂકવતાં બૂટલેગર પિતા-પુત્રએ માર માર્યો

દુકાનની આડમાં દારૂનો ધંધો કરતા બૂટલેગર પિતા-પુત્ર સામે સાવલી પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - Bootlegger-father-and-son-beat-up-a-middleman-for-not-paying-after-drinking-alcohol-in-Savli

- પિતાને બચાવવા દોડી આવેલા પુત્રને પણ બૂટલેગર પિતા-પુત્રએ માર માર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, પોલીસની ફરિયાદના આધારે કાર્યવાહી

વડોદરા જિલ્લાના સાવલીમાં ઉધારીમાં દારૂ પીતા આધેડે નાણાં ન ચૂકવતાં બૂટલેગર પિતા-પુત્રએ મારમાર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ આધેડના પુત્ર તથા અન્ય ચર્ચા કરવા જતા તેમની સાથે પણ ગેરવર્તણૂંક કરવામાં આવી હતી. આ બનાવ અંગે આરોપી પિતા-પુત્ર સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સાવલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, અશોકભાઈ ભક્તિભાઇ માળી સાવલીના માળી મહોલ્લામાં રહે છે અને ફ્રુટની લારી ચલાવે છે. તેઓને ખેંચની બીમારી છે. આ તકલીફના કારણે તેઓ દારૂ પીવે છે. દારૂ પીવા પાસે પરમિટ ન હોવાથી તે સાવલી ભાદરવા ચોકડી ખાતે રહેતા અને દુકાનની આડમાં દારૂનો ધંધો કરતા બૂટલેગર પિતા-પુત્ર વિઠ્ઠલ હસમુખભાઇ માળી અને આકાશ વિઠ્ઠલ માળીની દુકાને દારૂ પીવા માટે ગયા હતા.

દરમિયાન પૈસા ન હોવા છતાં દારૂની બોટલ લઈને દારૂ પી લીધો હતો. બાદમાં બુટલેગર પિતા-પુત્રએ દારૂની બોટલના પૈસા માંગતા અશોકભાઈ ન ચૂકવતાં અને પછી આપવા જણાવતાં બૂટલેગર પિતા-પુત્ર રોષે ભરાયાં હતાં અને દુકાનમાં પડેલા દંડાથી અશોકભાઈને માર માર્યો હતો. પિતાને બચાવવા દોડી આવેલા પુત્ર વિવેક બૂટલેગર પિતા-પુત્રએ તેણે પણ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે અશોકભાઈ માળીએ બૂટલેગર પિતા-પુત્ર વિઠ્ઠલ હસમુખભાઇ માળી અને આકાશ વિઠ્ઠલભાઇ માળી (બંને રહે. સાવલી ટાઉન, સાવલી, વડોદરા ગ્રામ્ય) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments