વડોદરામાં IPLની લખનઉ અને ગુજરાતની મેચ પર મોબાઇલમાં સટ્ટો રમાડતા સટોડિયાની ધરપકડ

સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે વલ્લભનાકા ભેસવાડા પાસેથી શખસને ઝડપ્યો

MailVadodara.com - Bookie-arrested-for-betting-on-IPL-matches-between-Lucknow-and-Gujarat-on-mobile-in-Vadodara

- આઈડી આપનાર શખસને વોન્ટેડ જાહેર, પોલીસે આરોપી પાસેથી મોબાઇલ કબજે લીધો

વડોદરા શહેરમાં IPLની લખનઉ અને ગુજરાતની મેચ પર સટ્ટો રમતા એક શખસ ઝડપાયો છે. જ્યારે આઈડી આપનાર શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપી પાસેથી મોબાઇલ કબજે લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં IPLની મેચ ચાલી રહી છે, ત્યારે આ વિવિધ મેચો ઉપર લાખો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે. જેના પર પોલીસ સતત વોચ રાખી રહી છે. આ દરમિયાન સિટી પોલીસની ટીમ 13 એપ્રિલના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં વલ્લભનાકા ભેસવાડા પાસે એક શખસ હાલમાં ચાલી રહેલ IPL T-20 ક્રિકેટ મેચ લખનઉ અને ગુજરાતની ક્રિકેટ મેચ પર સટ્ટો મોબાઈલમાં ઓનલાઇન રમાડે છે. જેથી પોલીસે બાતમી મુજબના સ્થળ પર જઈને રેડ કરતા એક શખસ મોબાઈલ સાથે ઝડપાઈ ગયો હતો. તેની પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મોહમદ ઈદ્રીસ મોહમદ મુનાફ આરેસીનવાલા (રહે. બી-ટાવર અહેમદ પાર્ક રામપાક, આજવારોડ, વડોદરા) પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં તપાસ કરતા સટ્ટો રમવા માટે આઈડી ખરીદી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ આઇડી કેવી રીતે મેળવ્યું છે, તે બાબતે પુછતા અનવેસ મેમણ પાસેથી આઈડી ખરીદી હોવાનું જણાવ્યું હતું. ક્રિકેટ સટ્ટો રમી કમિશન મેળવતો હતો. જેથી સિટી પોલીસે સટોડિયાની ધરપકડ કરીને તેની પાસેથી રૂપિયા 13 હજારનો મોબાઈલ કબજે કર્યો હતો. જ્યારે આઈડી આપનાર અવનેશ મેમણને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

Share :

Leave a Comments