ડભોઇ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે બાઇક ચાલક ઊંધા માથે ખાડામાં ખાબક્યો

પાલિકાએ ખોદેલા ખાડામાં પડેલા બાઇક સવારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

MailVadodara.com - Bike-rider-falls-headlong-into-pothole-due-to-gross-negligence-of-Dabhoi-Municipality

- ખાડામાં પડેલા બાઇક ચાલકને સ્થાનિક લોકો દોડી આવી બહાર કાઢ્યો

- મુખ્ય માર્ગની વચ્ચે ખાડો હોવાથી રજુઆત છતાં કોઈ પગલાં લેવામાં આવતા લોકોમાં રોષ


વડોદરા જિલ્લાના ડભોઈમાં નગર પાલિકા દ્વારા ખોદેલ ખાડામાં માર્ગ પરથી પસાર થતા વાહન ચાલક એકાએક ખાડામાં ખાબક્યો હોવાનો વિડિયો સામે આવ્યો છે. આ સીસીટીવીમાં નજરે પડે છે કે બાઈક ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને માર્ગમાં ખાડાની બાજુમાંથી જાય છે અને અચાનક બાઈક સ્લીપ ખાતા તે સીધો ખાડામાં ઊંધે માથે પટકાય છે ત્યારબાદ સ્થાનિકો દોડી આવી સહી સલામત બહાર કાઢે છે.


આ બનાવ વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકાની ઘોર બેદરકારીનો છે. ડભોઈના તાઇવાગા વિસ્તારમાં બાઇક સવાર પસાર થયા છે. તે દરમ્યાન માર્ગ પર કામગીરી માટે ખોદેલ ખાડામાં અચાનક બાઈક ચાલક ઉંધા માથે પછડાય છે. મુખ્ય રસ્તા ઉપર પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક સવાર પટકાયાનો વિડિયો સામે આવ્યો છે. ચાલક ખાડામાં પડ્યા બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આ વ્યક્તિને બહાર કાઢ્યો હતો.


ખાડામાં ખાબકેલ બાઈક ચાલક ઉંમરલાયક છે અને તેઓને સમાન્ય ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સામે રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નગર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ મુખ્ય માર્ગની વચ્ચે ખાડો હોવાથી સ્થાનિકોની રજુઆત છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. 

આ બનાવ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીંયા કામગીરી માટે ખાડો ખોદવામાં આવે છે પરંતુ તેને યોગ્ય બેરિકેટિંગ ન કરતા આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે નગર પાલિકા દ્વારા યોગ્ય પગલાં લઈ આવા મોતના ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી માંગ કરી છે. આ બનાવને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Share :

Leave a Comments