બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવા એક્ઝિબિશનનું આયોજન કરાયું

બરોડા ફિલાટેલિક સોસાયટીના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી ભાગરૂપે આયોજન કરાયું

MailVadodara.com - Baroda-Philatelic-Society-organizes-exhibition-to-promote-stamp-collecting

- આ પ્રદર્શનમાં થીમેટિક સ્ટેમ્પ્સ, બરોડા રાજ્યની હુંડીઓ, પોસ્ટલ સ્ટેશનરી, પોસ્ટલ ઇતિહાસ, રદ કરાયેલા સ્ટેમ્પ્સ અને સ્વતંત્રતા પૂર્વેના સ્ટેમ્પ્સનો સંગ્રહ પ્રદર્શિત કરાયો

- વડોદરાના વારસા પર 12 ચિત્ર પોસ્ટકાર્ડ્સનો સેટ પણ પ્રદર્શનમાં બહાર પડાશે


બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય બે દિવસીય તારીખ 11 અને 12 જાન્યુઆરી 2025 બરોડા ફિલાટેલિક સોસાયટીના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી ભાગરૂપે ફિલાટેલિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જે અંગેની પત્રકાર પરિષદ આજરોજ ઉજવવામાં આવી હતી.

બરોડા ફિલાટેલિક સોસાયટી દ્વારા વડોદરામાં સ્ટેમ્પ કલેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી 27 એપ્રિલ 1975 ના રોજ બરોડા ફિલાટેલિક સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. બરોડા ફિલાટેલિક સોસાયટી ગુજરાત રાજ્યની સૌથી જૂની અને સૌથી સક્રિય ફિલાટેલિક સોસાયટીઓમાંની એક છે. આ વર્ષે અમે અમારા સોસાયટીની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી સોસાયટીના 50મા વર્ષની ઉજવણી નિમિત્તે અમે આ 'વડોફિલેક્સ-2025' ફિલાટેલિક પ્રદર્શનનું આયોજન કર્યું છે.

૧૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે ગુજરાત પોસ્ટલ સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, વડોદરા પ્રદેશના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી દિનેશ કુમાર શર્મા અને વડોદરા પ્રદેશના પોસ્ટલ સર્વિસીસના ડિરેક્ટર ડૉ. એસ. શિવરામ દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ પ્રદર્શનમાં થીમેટિક સ્ટેમ્પ્સ, બરોડા રાજ્યની હુંડીઓ, પોસ્ટલ સ્ટેશનરી, પોસ્ટલ ઇતિહાસ, રદ કરાયેલા સ્ટેમ્પ્સ અને સ્વતંત્રતા પૂર્વેના સ્ટેમ્પ્સનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં સ્પર્ધાત્મક વર્ગ અને આમંત્રિત વર્ગ સહિત ૧૦૦ ફ્રેમ્સનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન ૧૧ જાન્યુઆરી અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

ટપાલ ટિકિટો, ફિલાટેલિક સામગ્રી અને માય સ્ટેમ્પ્સ બરોડા ફિલાટેલિક બ્યુરોના ફિલાટેલિક કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે. માય સ્ટેમ્પ પર કોઈપણ વ્યકિત ટપાલ ટિકિટ ની બાજુમાં પોતાનો ફોટોગ્રાફ છપાવી શકે છે અને તેનો ઉપયોગ પોસ્ટેજ માટે કરી શકે છે. આ પ્રસંગે ટપાલ વિભાગ ટપાલ નવીન અને પર્યાવરણને અનુકૂળ ડિલિવરી પદ્ધતિને પ્રોત્સાહીત કરવા માટે એક ખાસ સ્કેટ કેરીડ કવર બહાર પાડી રહ્યું છે. વડોદરા પોસ્ટલ રિજન ૧૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ વડોફિલેક્સ ૨૦૨૫ના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન એક અનોખું સ્પેશિયલ કવર બહાર પાડશે.

આ ખાસ કવરમાં રોલર સ્કેટનો ઉપયોગ કરીને ટપાલ પહોંચાડતા પોસ્ટમેનનું ચિત્રણ કરતી કલાત્મક ડિઝાઇન છે. આ સ્કેટ કેરીડ કવર સ્કેટર દ્વારા, રેસકોર્સ સબ પોસ્ટ ઓફિસ થી પ્રદર્શન સ્થળ સુધી પરંપરાગત પોસ્ટમેન બેગમાં લઈ જવાશે. સ્કેટ રિલે સવારે ૯૦૦ વાગ્યે રેસકોર્સ પોસ્ટ ઓફિસથી શરૂ થશે અને દિવાળીપુરા અતિથિ ગૃહ, વડોદરા ખાતે સ્ટેમ્પ પ્રદર્શન 'વડોફિલેક્સ - ૨૦૨૫' ના સ્થળ પર સમાપ્ત થશે. વડોદરાના વારસા પર ૧૨ ચિત્ર પોસ્ટકાર્ડ્સનો સેટ પણ પ્રદર્શનમાં બહાર પાડવામાં આવશે.

સમાપન સમારોહ ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે યોજાશે. આ કાર્યક્રમમાં વડોદરા પ્રદેશના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી દિનેશ કુમાર શર્મા અને વડોદરા પ્રદેશના પોસ્ટલ સર્વિસીસના ડિરેક્ટર ડૉ. એસ. શિવરામ મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

Share :

Leave a Comments