શહેરના ઉમિયા પરિવાર પશ્ચિમ વિભાગ દ્વારા શૈક્ષણિક ઈનામ વિતરણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોએ શિક્ષણમાં સારું પ્રદર્શન કર્યું હોય સારા ગુણ મેળવ્યા હોય તેવોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેરના અટલાદરા જળાવા પટેલ ફાર્મ ખાતે મોટી સંખ્યામાં જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગત 29 ડિસેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં માહી રેવા કડવા પાટીદાર સમાજની મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુવાલ ઉમિયા ડેરીના કિશોરભાઈ પટેલ હાજર રહ્યા હતા. જ્ઞાતિના બાળકો વધુ અભ્યાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે સારું પ્રદર્શન કરે તે માટે બાળકોને બિરદાવવામાં આવ્યા હતા.