- બોટલ સાથેના બેનર પોસ્ટર સાથે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવ્યો
વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાને લઇ સૂત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ગેસની બોટલના ભાવ વધારાને લઇ બોટલ સાથેના બેનર પોસ્ટર સાથે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ અંગે વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ જાયે જણાવ્યું હતું કે, સરકાર જે નીતિ અપનાવી રહી છે તેની એક જ વસ્તુ છે કે પોતાની તિજોરી પોતાના ખિસ્સા ભરો. પહેલા કાળા બજારે થતી હતી હવે સરકાર પોતે કાળા બજારી કરી રહી છે તેવું લાગી રહ્યું છે. કારણકે ટૂંક સમય પહેલા ગેસના સિલેન્ડર પાસે જેની પાસે નહોતા તે લોકોને સો રૂપિયામાં ગેસ સિલિન્ડરના કનેક્શન આપવામાં આવ્યા હતા. કનેકશન આપવાની સાથે જ જે ગરીબ જનતા 10 લિટરમાં કેરોસીન વાપરી ઘર ચલાવતી હતી, તે બંધ કરી અને ગેસની બોટલો ખરીદી હતી.
વધુમાં કહ્યું કે, વારંવાર સરકારે ભાવ વધારો કરી આજે ગરીબ જનતાને નવી બોટલ લેવાના પૈસા નથી. પહેલા કેરોસીનમાં ગરીબ લોકો ઘર ચલાવી રહ્યા હતા. આજે ના તો ગેસ છે ન તો ક્યાંય કેરોસીન મળે છે. આજે વિરોધ પક્ષ ન હોવાના કારણે જે માર ભારતીય જનતા પાર્ટી ગરીબ જનતાને મારી રહી છે. દરેક વસ્તુમાં ભાવ વધારો ઝીંકી ઝીંકી પોતાના ખિસ્સાં રૂપિયા કઈ રીતે ભરવા તે જ આ ભારતીય જનતા પાર્ટી એ રૂખ અપનાવ્યું છે. આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી જ અમારી માંગ છે.
વધુમાં જણાવ્યું કે, આજે પોસ્ટર બેનર સાથે શાંતિથી વિરોધ કર્યો છે. આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવાય નહીં અને જો પંદર દિવસમાં નિર્ણય નહીં લેવાય તો અમે ધારણા પર બેસી ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.