હાથ પકડતા જોઈ ગયેલા પ્રેમિકાના પરિવારના ડરથી યુવકનો ઝાડ પર ફાંસો ખાઇ આપઘાત

ડભોઇના પારીખા ગામનો 19 વર્ષીય યુવક પ્રેમિકાનો હાથ પકડી વાતચીત કરતો હતો!

MailVadodara.com - A-young-man-committed-suicide-by-hanging-himself-from-a-tree-fearing-the-family-of-his-girlfriend-who-saw-him-holding-hands

- યુવક પ્રેમિકાના પરિવારજનો ઠપકો આપશે તેવા ડરથી ગભરાઈ ગયો હતો

- યુવકે ફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતાં પરિવારજનો સહિત લોકો સ્થળ પર દોડી ગયા 

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના પારીખા ગામમાં હાથ પકડતા જોઈ ગયેલા પ્રેમિકાના પરિવારજનોના ડરથી યુવાને ગામની સીમમાં જઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે ડભોઇ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે, ડભોઇ તાલુકાના પારીખા ગામમાં 19 વર્ષીય ધર્મેશ અર્જુનભાઈ તલાવીયા પરિવાર સાથે રહે છે. ધર્મેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ધર્મેશ પ્રેમિકાનો હાથ પકડી વાતચીત કરવા માગતો હતો. તે દરમિયાન પ્રેમિકાના પરિવારજનો ધર્મેશને યુવતીનો હાથ પકડતા જોઈ ગયા હતા. ધર્મેશને પ્રેમિકાના પરિવારજનો ઠપકો આપશે તેવા ડરથી ગભરાઈ ગયો હતો.

દરમિયાન ગામમાં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલના ખેતરમાં સમી સાંજે ધર્મેશ પહોંચી ગયો હતો અને ઝાડની ડાળી ઉપર ફાંસો ખાઈ અપઘાત કરી લીધો હતો. પરિવારજનોને ધર્મેશે ફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતા તેઓ અને ફળિયાના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ ડભોઇ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને લાશનો કબજો લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

સોમવારે સમી સાંજે આપઘાતના બનેલા આ બનાવે ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. ડભોઇ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments