ચા પીવા ઊભેલા યુવકના સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી

ફતેગંજમાં રહેતા જીયા ઉલ કેમ્પવાલાની કારેલીબાગ પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - A-wallet-full-of-cash-and-documents-was-stolen-from-the-trunk-of-a-young-mans-scooter

- પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં લોકોની અવર-જવર વચ્ચે સ્કૂટરની ડીકીમાંથી રોકડ રકમ તેમજ અન્ય દસ્તાવેજોનીની ચોરીનો બનાવ બન્યો છે.

ફતેગંજની કોન્વેન્ટ સ્કુલ પાસે રહેતા જીયા ઉલ કેમ્પવાલાએ પોલીસને કહ્યું છે કે, તા.9મીએ અમે મંગળ બજારમાં ખરીદી કરીને પરત ફરતા હતા ત્યારે કારેલીબાગમાં રાજુ આમલેટ પાસે ટી સ્ટોલ પર ચા પીવા ઉભા હતા. ચાના પૈસા આપવા માટે સ્કૂટરની ડીકીમાથી પર્સ કાઢવા જતા મળ્યું ન હતું. જેથી કોઈ શખ્સ પર્સ ચોરીને ફરાર થઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. પર્સમાં રોકડા રૂ.12000 અને આધારકાર્ડ પાનકાર્ડ જેવા દસ્તાવેજો હતા. કારેલીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments