વડોદરામાં 15 મેના રોજ મદદનીશ નિયામક રોજગારની કચેરી ખાતે ભરતી મેળો યોજાશે

અનુભવી/ બિન અનુભવી મહિલા અને પુરુષ ઉમેદરવારો માટે રોજગાર ભરતી મેળો યોજાશે

MailVadodara.com - A-recruitment-fair-will-be-held-in-Vadodara-on-May-15-at-the-office-of-the-Assistant-Director-of-Employment

- ઈલેકટ્રીકલ એન્જિનિયર, ફાર્મસી આસિસ્ટન્ટ, બેક ઓફિસ એકઝકયુટીવ, સેલ્સ એકઝકયુટીવ, ટેકનીશ્યન, મશીન ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ અને ટ્રેઈની જેવી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજાશે

- ઉમેદવારોએ બાયો-ડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા વડોદરા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું

આગામી 15 મેના રોજ મોડેલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક રોજગારની કચેરી, વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો અને અનુબંધમ (રોજગાર) નામ નોંધણી કેમ્પ યોજાશે.

આગામી 15 મેના રોજ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, પહેલો માળ, આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે સવારે 10 વાગ્યેથી ધોરણ 10 પાસ/ 12 પાસ/ આઇ.ટી.આઇ (તમામ)/ ડિપ્લોમા ઇલેક્ટ્રીકલ મેકેનિકલ/ ગ્રેજયુએટ (નોન ટેકનિકલ)ના અનુભવી/ બિન અનુભવી મહિલા અને પુરુષ ઉમેદરવારો માટે રોજગાર ભરતી મેળો યોજાશે. જેમાં 8 કંપનીના પ્રતિનીધીઓ હાજર રહેશે. જેમા 180થી વધારે ઈલેકટ્રીકલ એન્જિનિયર, ફાર્મસી આસિસ્ટન્ટ, બેક ઓફિસ એકઝકયુટીવ, સેલ્સ એકઝકયુટીવ, ટેકનીશ્યન, મશીન ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ અને ટ્રેઈની જેવી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજાશે.

ભરતી મેળામાં ઉમેદવારોને ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ અને ભારત સરકારના એન.સી.એસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન અને તેનો ઓનલાઈન રોજગારી શોધવા તેમજ ઈન્ટરવ્યુમાં કે ભરતી માટે જતા પહેલા કાળજી રાખવાની બાબતો વિશે તથા રોજગાર કચેરીની રોજગાર અને સ્વરોજગારલક્ષી સેવાઓ, લશ્કરી ભરતી પુર્વેની નિવાસી તાલીમ યોજના, પીએમ ઈન્ટર્નશીપ યોજના તેમજ ફ્રી વોકેશનલ તાલીમ યોજનાના વિના મુલ્યે લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ભરતી મેળામાં ઉમેદવારોએ તેમના બાયો-ડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા વડોદરા રોજગાર અધિકારીની યાદીમાં જણાવેલ છે.

Share :

Leave a Comments