- વનવિભાગની ટીમે બેટરીના અજવાળે શાહુડીના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું, બીજી બે શાહુડી પકડાઈ ન હતી
વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં મોડીરાત્રે ત્રણ જેટલી વન્યજીવ શાહુડી દેખાતા સ્થાનિક લોકો દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જેથી સંસ્થાના પ્રમુખ સહિત વોલીએન્ટર અને વનવિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી. અને બેટરીના અજવાળે ભારે જહેમત બાદ એક શાહુડીના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બે શાહુડી પકડાઈ ન હતી.
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરો અને નદીની કોતરોમાં શાહુડી સહિતના વન્યજીવો વસવાટ કરે છે. જે ઘણી વખત રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે. આ દરમિયાન ગતમોડી રાત્રે પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં ત્રણ શાહુડી દેખાતા લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું. સ્થાનિક રહીશો દ્વારા આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કરવામાં આવી હતી. જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ સહિત વોલીએન્ટર સ્થળ પર દોડી ગયા હતા. સાથે વનવિભાગને પણ જાણ કરાઈ હતી. જેઓ દ્વારા સ્થળ પરથી ત્રણ પૈકી એક શાહુડીનું રેસ્ક્યુ કરી વનવિભાગ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યારે બીજી બે શાહુડી પકડાઈ ન હતી.