- વાહન ચાલકોના શ્વાસમાં ધૂળ જાય છે..
- જ્યાં ડાયવરઝન ના ઠેકાણા ના હોય ત્યાં સ્માર્ટ સીટી ની અપેક્ષા કેવી રીતે રાખી શકાય..?
મહાનગર પાલિકાના વહીવટીતંત્ર હંગામી ધોરણે ડાયવર્ઝન બનાવતા પણ આવડતું નથી. લાલબાગ ઓવરબ્રિજ નીચે ડાયવરઝન બીન વિકસિત ગ્રામ્ય વિસ્તારનો આભાસ કરાવે છે.
જો વેઠ ઉતારવાની સ્પર્ધા થાય તો વડોદરા મહાનગર પાલિકા પહેલા નંબરે આવે એમાં બે મત નથી. પાલિકાના કહેવાતા સ્માર્ટ અધિકારીઓને ડાયવરઝન બનાવતા નથી આવડતું એના બોલતા પુરાવા તમારે જોવા હોય તો લાલબાગ ઓવરબ્રિજ નીચે જવુ પડે. હાલમાં લાલબાગ સ્થિત પાણીની ટાંકી ઉતારવાનું કામ ચાલી રહ્યું છે. ટાંકી ઉતરતા નજીકથી પસાર થતા વાહનોની સલામતી માટે રોડ પર લાલબાગ ઓવરબ્રિજ નીચેથી ડાયવરઝન આપવામાં આવ્યું છે.
ડાયવરઝન વાળા રોડ પર ડામ્મર પાથર્યા સિવાય અધિકારીઓએ રસ્તો બનાવી દીધો. રોડ પર ડામ્મર પાથરવાનો હતો માંડ 20 ફૂટ સુધી. પરંતુ કહેવાતા સ્માર્ટ અધિકારીઓએ ધુળિયા રસ્તા ને ખુલ્લો મુકી વાહન ચાલકો માટે અગવડ ઉભી કરી દીધી. અહીં 20 ફૂટના આ ધુળિયા રોડ પરથી ખાડા વચ્ચે માટી ઉડી રહી છે. ખાસ કરીને ટુ-વ્હિલર ચાલકો ની હાલત ખરાબ થાય છે. આગળ ફોર વ્હીલ ચાલતું હોય ત્યારે માટી અને ધૂળ સિદ્ધિ ટુ-વ્હીલર ચાલકના શ્વાસમાં જાય છે. જો કે પ્રજાના પૈસે એરકન્ડિશન કારમાં ફરતા કહેવાતા સ્માર્ટ અધિકારીઓને વાહન ચાલકોની વેદના ક્યાંથી સમજાય ? શું અધિકારીઓને ડાયવરઝનનો રોડ બનાવતા પણ નથી આવડતું ? શહેરમાં ગામડા જેવી સ્થિતિ ઉભી કરવાને અધિકારીઓ આવડત માને છે ? શું અધિકારીઓ હંગામી વ્યવસ્થાના નામે ગમે તે કરી શકે ? આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો પણ નિંદ્રાધીન છે ? આવા અનેક સવાલો શાસકો અને અધિકારીઓના નિષ્ફ્ળ વહીવટની ચાડી ખાય છે.