- ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને 108ની મદદથી આધેડને બેહોશ અવસ્થામાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા
વડોદરા શહેર કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં પાલિકાના દબાણ શાખાની ગાડી પસાર થતી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા આધેડ વયના વ્યક્તિને ટક્કર વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાઓને પગલે આધેડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરનાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે તુલસીવાડી વિસ્તારમાંથી સવારે દબાણ શાખાના કાયમી કર્મચારીઓને લઈને એક વાહન પસાર થતું હતું. તે દરમિયાન રોડ પરથી સેજલકુમાર બીપીનચંદ્ર શાહ (ઉંમર-53 રહે. સાઈકૃપા સોસાયટી, કારેલીબાગ) પસાર થતા હતા. આ દરમિયાન આધેડને વાહનની ટક્કર લાગતા નાક અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઇજાઓને લઈને તેઓને તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ગંભીર ઘટના સામે આવતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ની મદદથી આધેડને બેહોશ અવસ્થામાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત આધેડને હાલમાં સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ બનાવ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, કારેલીબાગ વિસ્તારમાં અસ્માત અંગેનો બનાવ બન્યો છે, જેમાં ઈજાગ્રસ્ત દર્દીને 108 મારફતે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે. આ દર્દીનો અકસ્માત સરકારી વાહન દ્વારા થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. દર્દીની પરિસ્થિતિ હાલ ગંભીર છે અને હાલમાં નિષ્ણાતો દ્વારા સારવાર આપવામાં આવી રહી .