વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતિ સ્વાધ્યાય પરિવારના કાર્યક્રમમાંથી પરત આવી સોમા તળાવ ચાર રસ્તા પાસે ઊભા હતા. આ દરમિયાન રિક્ષા આવતા તેમાં બેસી ઘરે જતા હતા ત્યારે રિક્ષામાં અગાઉથી બેઠેલા ગઠિયાઓ પૈકી કોઈએ વૃદ્ધ મહિલાના હાથમાંથી સોનાની બંગડી ચોરી કરી હતી અને તરસાલી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેના રોડ પર રાખી તમે અહીંયા ઊભા રહો તમને લેવા આવું છું તેમ કહી ચાલક જતો રહ્યો હતો પરંતુ, પરત નહીં આવતા સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી, વૃદ્ધાએ મકરપુરા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં અધ્યાપક કુટીરમાં રહેતા વિદ્યાબેન કંચનભાઈ વાળંદે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો દીકરો હેમંતભાઈ એમ.એસ. યુનિવર્સિટીમાં કોમર્સ વિભાગમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ગત 16 મેના રોજ સ્વાધ્યાય પરિવારના કાર્યક્રમમાં છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ભોરદા ગામમાં હું તથા મારા પતિ કંચનભાઈ ગયા હતા. 19 મેના રોજ સવારના 6.30 વાગ્યે ત્યાંથી પ્રાઇવેટ બસમાં બેસી સવારના આશરે 10 વાગ્યાની આસપાસ સોમા તળાવ ચાર રસ્તા ખાતે ઉતર્યા હતા. ત્યાં અમે બંને નાસ્તા-પાણી કરીને અમારે સ્ટેશન તરફ જતી રિક્ષામાં બેસવું હોય, જેથી અમે રિક્ષાની રાહ જોઇને રસ્તાની બાજુમાં ઉભા હતા. તે દરમિયાન એક રિક્ષાવાળો રિક્ષા લઈને આવ્યો હતો. જેમાં રિક્ષામાં ડ્રાઈવરની સીટમાં ડ્રાઈવર તથા તેની પાસે એક શખસ બેસેલ હતો.
રિક્ષામાં બેસેલી બે વ્યક્તિઓ તથા એક નાનું બાળક બેઠું હતું. રિક્ષાના ડ્રાઈવરે તથા તેની અંદર બેસેલ અન્ય શખસોએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી મને રિક્ષામાં બેસાડી વિશ્વાસમાં લઈ મારી સોનાની જમણા હાથમાં પહેરેલ 65 હજારની કિંમતની એક બંગડી હજાર નજર ચૂકવીને વિશ્વાસમાં લઈને કાઢી અથવા કાપી લીધી હતી અને અમને આ બાબતે જાણ ન થાય તે માટે તરસાલી રોડ તરફ આવતા પેટ્રોલ પંપની સામેની બાજુ રોડ ઉપર ઉતારી દઈ થોડીવારમાં તમને લેવા માટે આવું છું તેમ કહીને જતા રહ્યા હતા. જેથી, મકરપુરા પોલીસ દ્વારા રિક્ષા ચોર ટોળકીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.