ધનિયાવી ગામ નજીક સ્ક્રેપનાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી, ભારે જહેમત બાદ કાબૂમાં

સ્ક્રેપના ગોડાઉનમાં પૂંઠા અને પ્લાસ્ટિક હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

MailVadodara.com - A-fire-broke-out-in-a-scrap-godown-near-Dhaniyavi-village-brought-under-control-after-a-lot-of-effort

- ગોડાઉન માલિક પાસે જરૂરી પુરાવા નહીં હોય તો તેઓની સામે કાર્યવાહી કરાશે


વડોદરા નજીક આવેલા ધનિયાવી ગામ નજીક ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે, જેમાં ચિખોદરા ગામ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ લાગી હોવાનો કૉલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની મળતા તાત્કાલિક ઘટનાસ્થળે મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ સ્ક્રેપના ગોડાઉનમાં લાગતા વેસ્ટ મટીરીયલ બળીને ખાખ થઈ ગયું હતું.

સ્ક્રેપનાં ગોડાઉનમાં મોટાભાગે પૂંઠા અને પ્લાસ્ટિક હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવમાં ફાયર વિભાગની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ અંગે મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર હિરેનદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ધનિયાવી ગામની બાજુમાં આવેલા ચિખોદરા સીમમાં પહોંચતા ખબર પડી કે આ મોટું સ્ક્રેપનું ગ્રાઉન્ડ છે. હકીકતમાં અમને કોલ મળ્યો હતો કે, એક દુકાન પર આગ લાગી છે. વડોદરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.


વધુમાં જણાવ્યું હતું કે, આ સ્ક્રેપના ગોડાઉન માલિક પાસે જરૂરી પુરાવા નહીં હોય તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં અહીંયા પૂંઠાને પ્લાસ્ટિક હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરની ચાર ગાડીઓએ મળી આગ પર કાબુ મેળવે છે. હાલમાં કુલીંગની કામગીરી ચાલી રહી છે અને આગ સંપૂર્ણ કાબૂમાં છે.

Share :

Leave a Comments