માણેક પાર્ક સર્કલ પાસે આવેલ પટેલ રજવાડી ચા સ્ટોલમાંથી 16 વર્ષના સગીરને મુક્ત કરાવાયો

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમો હરણી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી

MailVadodara.com - A-16-year-old-minor-was-released-from-the-Patel-Rajwadi-tea-stall-near-Manek-Park-Circle

વડોદરાના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પટેલ રજવાડી ચા સ્ટોલમાંથી બાળ શ્રમિકને મુક્ત કરાવ્યો છે. સ્ટોલ સંચાલક દ્વારા બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં 16 વર્ષીય સગીર મળી આવ્યો હતો. જે બાદ આ મામલે હરણી પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ - 2015 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે અને સ્ટોલ સંચાલક સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


વડોદરાના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમો હરણી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ટીમને બાતમી મળી કે, પટેલ રજવાડી ચા, માણેકપાર્ક સર્કલમાં સ્ટોલ સંચાલક દ્વારા નાના બાળકો પાસે મજૂરી કરાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જેથી ટીમો તુરંત સ્થળ તપાસ માટે પહોંચી હતી. સ્થળ તપાસ કરતા એક 16 વર્ષીય સગીર મળી આવ્યો હતો. જેની વિગતો મેળવીને તેને તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો છે.

આ મામલે પટેલ રજવાડી ચા સ્ટોલના બેજવાબદાર સંચાલક દેવીલાલ લવજી પાટીદાર (મુળ રહે. વનોરી, હાડમલા, સાગવાડા, ડુંગરપુર, રાજસ્થાન) સામે હરણી પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ - 2015 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments