- હાઇવેની સમાંતર વ૨સાદી કાંસ ૫૨ના દબાણો દૂ૨ કરી કામગીરી સત્વરે પૂર્ણ ક૨વા સૂચન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી વરસાદની સીઝન પહેલા વરસાદી પાણીના નિકાલ માટે વિશ્વામિત્રી રીવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદી, જુદા-જુદા તળાવો અને કાંસના સ્થળો પર કામગીરી ચાલી રહી છે.
મ્યુનિસિપલ કમિશનરએ હ૨ણી ગોલ્ડન ચોકડી એપીએમસી સુધીના નેશનલ હાઈવેની સમાંતર ચાલી ૨હેલ કાંસની કામગીરીનું નિરીક્ષણ કર્યુ અને હાઇવેની સમાંતર વ૨સાદી કાંસ ૫૨ના દબાણો દૂ૨ કરી કામગીરી સત્વરે પૂર્ણ ક૨વા ૫ણ સૂચનો ક૨વામાં આવ્યા હતાં.
હાલ પૂર્વ ઝોનના 38 જેટલા સ્થળો તેમજ દક્ષિણ ઝોનના 33 જેટલા સ્થળો પર નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા કામગીરી ચાલી રહેલ છે. હાઈવેને સમાંત૨ કુલ 13 કીમી લંબાઈની કાંસને સંપૂર્ણપણે ખુલ્લી કરી શહે૨ની બહારથી શહે૨માં પ્રવેશતા વરસાદી પાણીને નદીમાં ડાયવર્ટ ક૨વાથી શહે૨માં ભરાતા પાણીને અટકાવી શકાશે.