વડોદરાના નવાપુરામાં હિંચકો ખાઇ રહેલા 10 વર્ષીય કિશોરની ટાઇ કડામાં ફસાઇ જતા મોત

લક્ષ્મી ફ્લેટમાં રહેતો 10 વર્ષીય કિશોર હિંચકા પર બેસીને હિંચકો ખાઈ રહ્યો હતો

MailVadodara.com - A-10-year-old-boy-who-was-eating-hiccups-in-Vadodara-Navapura-died-after-getting-trapped-in-a-tie

- કિશોર બેભાન થઇ જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે તેને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યો

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી ફ્લેટમાં રહેતો 10 વર્ષીય કિશોર ગતરોજ હિંચકા પર બેસીને હિંચકો ખાઈ રહ્યો હતો. તે દરમિયાન તેના ગળામાં રહેલ કાપડની ટાઈ હિંચકાના કડામાં ફસાઈ જતા બેભાન થયો હતો. ત્યારબાદ તેને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 

વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી લક્ષ્મી ફ્લેટમાં રહેતા ધરમભાઇ પટેલનો દસ વર્ષીય દીકરો રચિત રાત્રિના 8.00 વાગ્યા દરમિયાન ઘરમાં હિંચકો ખાતો હતો. તે દરમિયાન ગળામાં કાપડની ટાઈ પહેરેલી હતી. જે હીંચકાના કડામાં ફસાઈ જતા બેભાન થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે તેને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઈ હાલમાં સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments