કાસમઆલા વિસ્તારમાં બિલ્ડિંગના ટેરેસ પર જુગાર રમતા 9 ઝડપાયા

કારેલીબાગ પોલીસે દરોડો પાડતા જુગારીયાઓમાં નાસભાગ મચી હતી

MailVadodara.com - 9-arrested-for-gambling-on-building-terrace-in-Kasamaala-area

- કારેલીબાગ પોલીસે રોકડા રૂ.40 હજાર તેમજ 6 મોબાઇલ કબજે કર્યા

વડોદરાના કારેલીબાગ જવાના રોડ પર કાસમઆલા વિસ્તારમાં પોલીસે જુગાર રમતા 9 જણાને ઝડપી પાડ્યા હતા. 


કાસમઆલા કબ્રસ્તાન નજીક એક બિલ્ડીંગની ટેરેસ ઉપર જુગાર ધામ ચાલી રહ્યું હોવાની વિગતોને પગલે કારેલીબાગ પીઆઈએ ટીમ મોકલી દરોડો પડાવ્યો હતો. પોલીસને જોઈ જુગારીયાઓએ નાસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ ફાવ્યા ન હતા. પોલીસે ઈકબાલ સિંધી, જુબેર હાલા, રમેશ પટેલ, ફરીદ સિંધી, મહંમદ શેખ, સંજય સોલંકી, ઈસ્માઈલ શેખ, હુસેન અલદાર અને મહેમુદ સિંધીને ઝડપી પાડી રોકડા રૂ.40 હજાર તેમજ 6 મોબાઇલ કબજે કર્યા હતા.

Share :

Leave a Comments