ચકલી સર્કલ પાસે આવેલ કોમ્પલેક્ષના ધાબા પર દારૂની મહેફીલ માણતા 5 શખસો ઝડપાયા

અકોટા પોલીસે ગોલ્ડન આઇ કોન કોમ્પલેક્ષના ધાબા પર ચાલતી દારૂની મહેફીલ ઉપર રેડ પાડી

MailVadodara.com - 5-people-caught-enjoying-alcohol-on-the-rooftop-of-a-complex-near-Chakli-Circle

- તમામ શખસો ફોનવાલે નામની મોબાઇલ ફોન શોપમાં નોકરી કરતા હોવાનું પોલીસને જણાવ્યું

વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે આવેલ ગોલ્ડન આઇ કોન કોમ્પલેક્ષનના ધાબા પર દારૂની મહેફીલ માણતા 5 શખસોને અકોટા પોલીસની ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ શખસો મોબાઇલ શોપમાં નોકરી કરતા હતા.


અકોટા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ચકલી સર્કલ પાસે આવેલ ગોલ્ડન આઇકોન કોમ્પલેક્ષના ધાબા પર પાંચ શખસો ભેગા મળી દારૂ પીવા બેઠેલા છે. જેના આધારે અકોટા પોલીસે ગોલ્ડન આઇ કોન કોમ્પલેક્ષમાં રેડ કરી હતી. જ્યાં પાંચ યુવકો ખુરશી ઉપર બેઠેલા હતા. જ્યાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ તમામ શખસો ગોલ્ડન આઇ કોન કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર ફોનવાલે નામની મોબાઇલ ફોન શોપમાં નોકરી કરતા હોવાનું તેઓએ પોલીસને જણાવ્યું હતું.

અકોટા પોલીસે સ્થળ પરથી દિલીપકુમાર મનુભાઈ વણકર (રહે.રાધેશ્યામ ફ્લેટના ગ્રાઉન્ડ ફલોર પર પાર્કીંગમાં દિનેશ મીલની બાજુમાં, જેતલપુર વડોદરા), રવિભાઈ હિતેશભાઈ પટેલ, (રહે.104 સીડન્સી, પ્રમુખ ચોકડી, માંજલપુર, વડોદરા), દિવ્યેશ ઉમેદભાઈ પરમાર (રહે. વેરાઇ માતા મંદિર પાસે વણકર વાસ, સેવાસી તા. વડોદરા), કુણાલ કૃષ્ણકાંત લક્તરીયા (રહે. હાર્મોની ફ્લેટ અંબાલા પાર્ક ગરબા ગ્રાઉન્ડની બાજુમાં, કારેલીબાગ, વડૉદરા) અને માજીદ સીરાજ શેખ, (રહે. મહાવત ફળીયા, અનાજ માર્કેટની બાજુમાં, હાથીખાના, કારેલીબાગ, વડોદરા)ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments