- સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ ગોત્રી પોલીસે 5 આરોપીની ધરપકડ કરી કાન પકડાવ્યા
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં લારી ગલ્લા મુકવા બાબતે જાહેરમાં ઝપાઝપી અને મારામારી કરીને સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે અને કાન પકડાવ્યા હતા.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને સુલેહ શાંતીનો ભંગ ન થાય માટે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના આધારે ગોત્રી પોલીસ દ્વારા 9 મેના રોજ રાત્રિના સમયે ગોત્રી જનરલ હોસ્પિટલ સામે ફુટપાથ પર લારી ગલ્લા ચલાવનારા શખસો દ્વારા લારી ગલ્લા મુકવા બાબતે જાહેરમાં રોડ ઉપર અંદરો-અંદર બોલાચાલી ઝપાઝપી કરી સુલેહ શાંતીનો ભંગ બાબતનો વીડિયો વાઇરલ થયો હતો.
વાઇરલ થયેલ વિડીયો આધારે સુલેહ શાંતીનો ભંગ કરનાર શખસોની ઓળખ કરીને સંજય જગત બારોટ (ટીકો) (રહે સુદામાનગર ઈ.એસ.આઈ હોસ્પિટલ પાસે ગોત્રી વડોદરા), ભગવાન ઉર્ફે અંકિત ભીખાભાઈ શીર્ષાટ (રહે. ગાયત્રીનગર ગોત્રી વડોદરા શહેર), ગણેશ સાહેબ રાવ કલાણી (રહે. સુદામાનગર ઇ.એસ.આઇ હોસ્પિટલ પાસે ગોત્રી વડોદરા), સુનીલ ચંદુભાઇ પટેલ (રહે. વિષ્ણુકુંજ સોસાયટી રાજેશ ટાવરની બાજુમાં ગોરવા વડોદરા) અને મુકેશકુમાર રાજકુમાર હેરબાજ (રહે સુદામાનગર ઈ. એસ.આઇ હોસ્પિટલ પાસે ગોત્રી વડોદરા)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.