ઉત્તરાયણમાં સલામતી માટે તંત્ર સજ્જ, 108ની 43 એમ્બ્યુલન્સ અને 218 કર્મીઓ તૈનાત રહેશે

અબોલા જીવો માટે કરુણા અભિયાનની 7 ટીમો 10 દિવસ માટે સ્ટેન્ડ બાય મોડ પર રહેશે

MailVadodara.com - 43-ambulances-out-of-108-and-218-personnel-will-be-deployed-in-Uttarayan-for-security

- એમ્બ્યુલન્સમાં એક ડ્રાઈવર અને એક વેટરનરી ડોક્ટર હાજર રહેશે


મકરસંક્રાંતિ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં પતંગની દોરીથી ગળું કપાવવાના કેટલાક બનાવો સામે આવ્યા છે. ત્યારે હવે અબોલા જીવો માટે અને ઉત્તરાયણ પર્વના દિવસે અને ત્યારબાદ બનતા અકસ્માતો માટે 108ની 43 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. આ સાથે જીવદયા પ્રેમીઓ પણ અબોલા જીવોના રક્ષણ માટે સ્ટેન્ડબાય રહેશે.


ઉત્તરાયણ પર્વની તૈયારીઓને લઈ પતંગ રસિયાઓ હાલમાં પતંગ ચગાવવાનું શરુ કરી દીધું છે. લોકોના મોજની સજા અબોલા જીવો ન બને તે માટે કરૂણા અભિયાનની 7 ટીમો દસ દિવસ સ્ટેન્ડબાય રહેશે. આ એમ્બ્યુલન્સમાં એક ડ્રાઈવર અને એક વેટરનરી ડોક્ટર હાજર રહેશે. આ સાથે વડોદરા શહેર જિલ્લામાં બનતા અકસ્માતોને લઈ 108ની 43 ગાડીઓમાં 218નો સ્ટાફ કાર્યરત છે.

ઉત્તરાયણ પર્વના દિવસે રોડ અકસ્માત, મારામારી, ધાબા પરથી પડી જવાના આવો સામે આવતા હોય છે. ત્રણ વર્ષના આંકડા મુજબ 108ની ટીમને ઉત્તરાયણના પર્વના દિવસે 250થી 260 કેસ મળતા હોય છે. જ્યારે બીજા દિવસે વાસી ઉત્તરાયણના દિવસે 260થી 270 જેટલા કેસ નોંધાતા હોય છે. ત્યારે હાલમાં શહેર જિલ્લામાં 108ની 43 ગાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને 218નો સ્ટાફ 24 કલાક રાઉન્ડ ક્લોક કામગીરી કરશે.

આ સાથે પતંગની દોરીના કારણે ઘાયલ પક્ષીઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે અબોલા જીવોના રક્ષણ માટે ખાસ કરીને સરકાર દ્વારા કરુણા અભિયાન 1962 ચલાવવામાં આવતું હોય છે. ત્યારે વડોદરા શહેર જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત કુલ સાત એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. કરુણા અભિયાન થકી અને પશુ પક્ષીઓને બચાવવામાં આવતા હોય છે. ત્યારે ઉત્તરાયણના પર્વને લઈને વિશેષ અભિયાન ચલાવવામાં આવતું હોય છે ત્યારે આવતીકાલથી કરુણા અભિયાનની સાત ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવશે.

વડોદરા શહેરમાં સામાજિક સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પણ પક્ષીઓને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવતું હોય છે. ત્યારે આ ઘાયલ પક્ષીઓને પ્રાથમિક સારવાર માટે કરુણા અભિયાન એમ્બ્યુલન્સ દ્વારા આપવામાં આવતું હોય છે અને ત્યારબાદ આ તમામ પક્ષીઓને વધુ સારવાર માટે શહેરના ત્રણ ઓપરેશન થિયેટર ભૂતડી જાપા, વન વિભાગ અને પંડ્યા બ્રિજ પાસે આવેલ સારવાર કેન્દ્ર પર તેઓની સારવાર થતી હોય છે. આ અભિયાનમાં ફોરેસ્ટ વિભાગનો પણ મહત્ત્વનો રોલ હોય છે. તેઓ પણ આ અભિયાનમાં વધુમાં વધુ પક્ષી બચાવી શકાય તેવો પ્રયાસ કરે

ક્યાં ક્યાં કરૂણા એમ્બ્યુલન્સ તૈનાત રહેશે

પંડ્યા બ્રિજ

ભૂતડી જાપા

સોમા તળાવ

ગોત્રી તળાવ

કરપુરા

સુરસાગર તળાવ

કાલ દર્શન ચાર રસ્તા

Share :

Leave a Comments