- ગેરેજ સંચાલકોએ સર્વિસ માટે આવતા વાહન માલિકનું નામ અને સરનામું, વાહનની માહિતી, ઓળખપત્ર વિગેરે દર્શાવતું રજીસ્ટર નિભાવવું ફરજીયાત
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ગેરેજમાં સર્વિસ તથા રીપેરીંગ માટે આવતા વાહનોનું નોંધણી રજીસ્ટર ન રાખવા અંગે જાહેરનામા ભંગ બદલ 3 ગેરેજ સંચાલકોની નવાપુરા પોલીસે અટકાયત કરી હતી.
ગેરેજ સંચાલકોએ વાહન માલિકનું નામ, સરનામું, વાહનની માહિતી, ઓળખપત્ર વિગેરે દર્શાવતું રજીસ્ટર નિભાવવું ફરજીયાત છે. આરવીદેસાઈ રોડ ઉપર ગંગોત્રી એપાર્ટમેન્ટના નાકા પાસે જાની ઓટો ગેરેજના સંચાલક દાનસિંગ સ્વરૂપસિંગ પંજાબી (રહે-સરદાર ચાલ, ખંડેરાવ મંદિર પાસે, આરવીદેસાઈ રોડ), શક્તિ કૃપા સર્કલ પાસે અમૃત કોમ્પ્લેક્સમાં સ્ટાર ઓટો ગેરેજના સંચાલક મુસ્તુફાખાન ઇરફાનખાન પઠાણ (રહે-દૂધની ડેરી પાસે, મહેબુબપુરા, નવાપુરા) અને આરવીદેસાઈ રોડ ઉપર જોની ઓટો ગેરેજના સંચાલક મનજીતસિંગ દિલીપસિંગ શિખ (રહે-જય નારાયણ નગર સોસાયટી, ડભોઈ રોડ) એ વાહન નોંધણી રજીસ્ટર ન નિભાવતા નવાપુરા પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી.