ડભોઇ-સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે 21 વર્ષીય યુવાનનું મોત

વડજ ગામનો 21 વર્ષિય નિસર્ગ સાધુ મોપોડ લઇ ડભોઇથી પોતાના ગામ જઇ રહ્યો હતો

MailVadodara.com - 21-year-old-killed-after-being-hit-by-an-unknown-vehicle-on-Dabhoi-Statue-of-Unity-road

- ડભોઇ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

હીટ એન્ડ રનની વણથંભી વણઝારમાં આજે વધુ એક ઘટના ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર બની હતી. મોપેડ ઉપર જઇ રહેલા યુવાનને અજાણ્યા વાહને અડફેટમાં લેતા યુવાનનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે ડભોઇ તાલુકાના વડજ ગામનો 21 વર્ષિય નિસર્ગ સાધુ મોપોડ લઇ ડભોઇથી પોતાના ગામ જઇ રહ્યો હતો. દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર પૂરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહને અડફેટે લેતાં તે રોડ ઉપર ફંગોળાયો હતો. રોડ ઉપર પટકાતા તેનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું.

આ બનાવ બનતાં જ લોકો એકઠા થઇ ગયા હતા. તે સાથે આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા વડજ ગામના નિસર્ગના મિત્રો પણ દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવવાની જાણ ડભોઇ પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. અરેરાટીભર્યા આ બનાવ અંગે ડભોઇ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં દોડી આવેલા પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો.

Share :

Leave a Comments