નાલંદા પાણીની ટાંકી કમાન્ડ વિસ્તારમાં 20 હજારથી લોકોને આવતીકાલે પાણી નહીં મળે

સંપ અને ટાંકીની સફાઈની કામગીરીના પગલે પાણી કાપની સ્થિતિ સર્જાશે

MailVadodara.com - 20-thousand-people-in-Nalanda-water-tank-command-area-will-not-get-water-tomorrow

- 7 ફેબ્રુઆરીએ સવારે હળવા દબાણથી પાણી અપાશે, પાણીનો સંગ્રહ કરી અપીલ

વડોદરા શહેરનાં પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠા શાખા દ્વારા નાલંદા પાણીની ટાંકી ખાતે સંપ અને ટાંકી સફાઈની અગત્યની કામગીરી કરવાની છે. જેના કારણે આ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી કાપની સ્થિતિ સર્જાશે. આ દરમિયાન આ વિસ્તારમાં આવતા અંદાજીત 20 હજારથી વઘુ લોકોને પાણી નહીં મળે. 

અગામી તારીખ 6 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ પાણી અપાયા બાદ આ કામગીરી હાથ ધરવાની છે. જેથી આ વિસ્તારમાં સાંજના સમયનું પાણી આપવામાં આવશે નહીં તથા બીજા દિવસે તારીખ 7 ફેબ્રુઆરીને શુક્રવારે સવારે આ વિસ્તારમાં પાણી સમય કરતા મોડે અને હળવા દબાણથી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, નાલંદા પાણીની ટાંકી ખાતે સંપ અને ટાંકી સફાઈની અગત્યની કામગીરી અગામી તારીખ 6 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ હાથ ધરવામાં આવશે. જેથી નાલંદા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં તારીખ 6ને ગુરુવારના રોજ સાંજે શહેરના નાલંદા ટાંકી સામેનો પટ્ટો, શહેરના ઉમા ચાર રસ્તાથી કલાદર્શન તરફનું પૂર્વ પટ્ટો, શહેરના રહેવા પાર્ક ગાર્ડન આસપાસના વિસ્તાર સહિત આ વિસ્તારમાં આવોલ ડી માર્ટ પાછળના વિસ્તારમાં અંદાજિત 20 હજારથી વધુ લોકોને પાણી નહીં મળે. જેથી પાણીનો સંગ્રહ કરી આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Share :

Leave a Comments