- પોલીસે હિતેશ પરમાર પાસેથી 12 મોબાઈલ, સોનાનું મંગળ સૂત્ર સહિત કુલ 1.18 લાખનો મુદ્દામાલ જ્યારે રમેશ દેહડા પાસેથી 2 મોબાઈલ મળી ૨૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ટ્રેનમાં મુસાફરોની ઊંઘનો લાભ લઇને આરોપીઓ મોબાઈલ ઉઠાવતા હતા. ટ્રેનમાંથી મોબાઈલની ચોરી કરતા બે ઈસમની કુલ રૂપિયા 1,31,000 ઉપરાંતનો મુદ્દામાલ વડોદરા રેલવે LCBએ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની ઊંઘનો લાભ ઉઠાવીને તેમના મોબાઈલ ફોનની ચોરી કરતા બે આરોપીની પશ્ચિમ રેલવેના લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વેસ્ટર્ન રેલવેના લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા ત્યારે બે શકમંદ ઈસમોને ઝડપી પાડયાં હતાં. જેમાં એક ઈસમની અંગઝડતી કરતા તે હિતેશ પરમાર પાસેથી અલગ અલગ કંપનીના ૧૨ મોબાઈલ ફોન, સોનાનું મંગળ સૂત્ર સહિત કુલ રૂપિયા ૧,૧૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત આરોપી વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકે પણ ગુનો નોંધાયો હોવાનું આરોપીએ કબૂલ્યું હતું. જ્યારે બીજા બનાવમાં, રમેશ દેહડાની તપાસ કરતા અને તેની પાસેથી ૨ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૨૧,૦૦૦નો મુદ્દામાલ મળી આવતા તેની પણ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.