ઉત્તરાયણના પર્વ પહેલા ફરસાણની દુકાનોમાંથી ચીકી, જલેબી, ઉંધિયાનાં 189 સેમ્પલ લેવાયા

વડોદરા કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમ તહેવાર ટાણે ફરી સક્રિય બની

MailVadodara.com - 189-samples-of-Chiki-Jalebi-Undhiya-were-taken-from-Farsan-shops-before-Uttarayan-festival

- વડોદરા પાલિકાની આરોગ્ય વિભાગની 6 કરતા વધુ ટીમો દ્વારા ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં સ્થળ પર જ ફુડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું

વડોદરા શહેર વિસ્તારમાં શિયાળાની ઋતુ તેમજ મકરસક્રાંતી (ઉત્તરાયણ) તહેવારને ધ્યાનમાં રાખી જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ કોર્પોરેશનનાં કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં વસાણા, ચીક્કી, ઉંધીયુ, જલેબી, સેવ, મસાલા, ગોળ, તેલ, કચ્ચરીયુ વિગેરેનું આકસ્મીક ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાં 9 મેનુફેકચરીંગ યુનીટો, 77 દુકાનો વિગેરે સ્થળોએ સઘન ચેકીંગની કામગીરી તહેવાર અગાઉ હાથ ધરવામાં આવેલ અને કુલ 189 નમૂના લેવામાં આવ્યા છે. 


ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં સ્થળ પર જ ફુડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં અવેરનેશ પ્રોગ્રામમાં 133 ફુડ બીઝનેશ ઓપરેટરોને ટ્રેનીંગ આપી વિવિધ ખાધ્ય સામગ્રીના 95 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાતી તહેવારને અનુલક્ષીને તા.1 જાન્યુઆરીથી આજ દિન સુધી શહેરનાં જુદા-જુદા વિસ્તારની દુકાનો તથા મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી મેથીનાં લાડુ, ડ્રાય ફ્રુટ લાડુ, વિવિધ ચીક્કીઓ જેવી કે સીંગ ચીક્કી, માવા ચીક્કી, તલ ચીક્કી, ઉંધીયુ, જલેબી, મલબારી સેવ, ઝીણી સેવ, લીમ્બુમરી સેવ, બેસન, સીંગતેલ, હળદર પાવડર, મરચા પાવડર, જીરૂ, મસાલા તેમજ રો-મટેરીયલ્સ જેવા કે ગોળ, તેલ, બેસન, ઘી વિગેરેનાં મળી કુલ 189 નમૂના લેવામાં આવેલ છે. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ મોકલી આપવામાં આવેલ. 


ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા રાજમહેલ રોડ અને કલાદર્શન ચાર રસ્તા વિસ્તારમાં સ્થળ પર જ બે અવેરનેશ પ્રોગ્રામમાં 133 ફુડ બીઝનેશ ઓપરેટરોને ટ્રેનીંગ આપી વિવિધ ખાધ્ય સામગ્રીના ફુડ ટેસ્ટીંગ કરવામાં આવેલ. જેમાં દુધ અને દુધની બનાવટો, તેલ, પ્રીપેર્ડ ફુડ, ચટણી, મસાલા, તેજાના, અનાજ, કઠોળ, ઘી, માવો, આઇસક્રીમ, ચા, કોફી, મધ, ખાંડ, ગોળ વિગેરેનાં 95 નમુનાનું સ્થળ પરજ ટેસ્ટીંગ કરવામાં આવેલ. મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા આગામી મકર સક્રાંતી (ઉત્તરાયણ)નાં તહેવારને અનુલક્ષીને જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રૂલ્સ અને રેગ્યુલેશન 2011 અન્વયે સઘન ચેકીંગની કામગીરી તેમજ નમુના લેવાની કાર્યવાહી તેમજ ઇન્સ્પેકશનની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા અને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા કડક સુચના આપવામાં આવેલ છે.

Share :

Leave a Comments